રાજુ શ્રીવાસ્તવની છેલ્લી પોસ્ટ
રાજુ શ્રીવાસ્તનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. 58 વર્ષની ઉંમરમાં એમને દુનિયાને અલવિદા કહેતા અનેક લોકો નારાજ થઇ ગયા છે. રાજુ શ્રીવાસ્તવ દિલ્હીમાં નેતાઓ સાથે મીટિંગ કરવા ગયા હતા અને ત્યારે તેઓ ત્યાં રોકાયા હતા. એ સમયે ત્યાં તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા. ટ્રેડમિલ પર એક્સેસાઇઝ કરતી વખતે તેઓ નીચે પડી ગયા અને એમને ફોરન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવને ટ્રેડમિલ પર દોડતા આવ્યો હતો હાર્ટ એટેક
રાજુ શ્રીવાસ્તવ જ્યારે કેમરાની સામે આવતા હતા ત્યારે તેઓ હંમેશા લોકોને હસાવવાનું કામ કરતા હતા. જો કે જતા-જતા પણ તેઓ દરેક લોકોને હસાવતા ગયા એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટું નથી. હોસ્પિટલમાં એડમિટ થયા એ પહેલા રાજુએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરી હતી.
આ વિડીયોમાં તેઓ લોકોને મસ્તી-મસ્તીમાં કોરોના કોલર ટ્યૂનની યાદ અપાવે છે. રાજુ શ્રીવાસ્તવ હસતા- હસતા લોકોને કહે છે કે, કોરાના હજુ સુધી ગયો નથી, આ માટે સંભાળીને રહેવું ખૂબ જરૂરી છે. કોરોના કોલર ટ્યૂન બોરિંગ હતી. જો કે રાજુ શ્રીવાસ્તવનો આ વિડીયો પણ એટલો જ એન્ટટેનિંગ રહ્યો હતો.
આ પણ વાંચો: રાજુ શ્રીવાસ્તવનું નિધન
કાનપુરનું નામ રોશન કર્યુ
રાજુ શ્રીવાસ્તવ એ સ્ટાર્સમાંના એક હતા કે જેમને હંમેશા કાનપુર જેવા શહેરનું માન વધાર્યુ છે. કાનપુરમાંથી નિકળીને એમને કોમેડિયન તરીકે ઓળખ બનાવી. આ માટે ત્યાંના દરેક લોકો એમનું માન-સમ્માન કરે છે. રાજુ શ્રીવાસ્તવ બાળપણથી જ કોમેડિયન બનવાનું સપનું જોતા હતા અને એ આખરે એમને પૂરું પણ કર્યું. કોમેડિ સિવાય રાજુ શ્રીવાસ્તવ ટીવી પર બિગ બોસ અને નચ બલિયે જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywod, Raju srivastav