Raju Srivastava last dream remained incomplete


નવી દિલ્હીઃ રાજુ શ્રી વાસ્તવ નથી રહ્યા.. આ વાક્ય સાંભળીને ઘણાના દિલ તૂટી ગયા હશે. કેટલાય દિવસો સુધી મૃત્યુ સામે લડ્યા પછી હવે રાજુ આપણને છોડીને જતા રહ્યા છે. જો તમે ક્યારેય ‘ગજોધર ભૈયા, સંકઠા, જેવા નામો પર હસ્યા છો, ક્યારેય લગ્નમાં થનારી મસ્તી પર કોમેડી વીડિયો જોયા છે, તો રાજુ શ્રીવાસ્તવ તમારા સૌથી જાણીતા નામો માથી એક છે. રાજુ શ્રીવાસ્તવ માત્ર કોમેડિયન જ નહતા, પરંતુ હિન્દી સિનેમામાં વર્ષો સુધી‘મધ્યમ વર્ગ’ કન્ટેન્ટથી આપણને લોટ-પોટ કરતા રહ્યા છે. પરંતુ રાજુ શ્રીવાસ્તવે કોમેડી અને સિનેમાને જોડીને એક ખાસ સપનું જોયુ હતું. પરંતુ રાજુ રહ્યા નથી અને તેમનું છેલ્લુ સપનું પણ અધુરૂ રહી ગયું છે.

‘નોઈડા ફિલ્મ સિટી’ને અપેક્ષાની દ્રષ્ટિથી જોતા હતા રાજુ શ્રીવાસ્તવ

હકીકતમાં રાજુનું છેલ્લુ સપનું હતુ કે, સિનેમામાં પોતાનું નામ બનાવનારા ઉત્તર પ્રદેશ, બિહાર અને અન્ય વિસ્તારના કલાકારોએ અભિનયની દુનિયામાં નામ બનાવવા માટે મુંબઈની ઠોકરો ન ખાવી પડે. પરંતુ તેમના માટે નોઈડામાં નિર્માણ પામનારી ફિલ્મ સિટી જ આ સમસ્યાનો ઉકેલ હતો. આ જ કારણ હતુ કે,‘નોઈડા ફિલ્મ સિટી’ને અપેક્ષાની દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ યૂપી ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન પણ હતા અને તે કારણથી તેઓ ઉત્તર પ્રદેશના સિનેમામાં એક નવી ઓળખાણ બનાવવા માંગતા હતા. ન્યૂઝ 18 હિન્દી સાથે વાત કરતા રાજુએ એક વાર કહ્યુ હતુ કે, આપણે વર્ષો સુધી મુંબઈમાં જઈને કેમ ભટકીએ, જ્યારે કેટલાય લોકો દિલ્હી, યૂપી, એમપી અને બિહારથી અહીં આવે છે. જો અહીંયા ફિલ્મ સિટી નિર્માણ પામશે તો કેટલાય ક્ષેત્રિય કલાકારોને અહીં કામ કરવા અને તેમનું કૌશલ્ય બતાવવાની તક મળશે.

આ પણ વાંચોઃ રાજુ શ્રીવાસ્તવે લાલુ યાદવની મિમિક્રી કરીને લોકોનું ખૂબ મનોરંજન કર્યું

રાજુના નિધનથી રાજકારણ અને ફિલ્મી દુનિયામાં શોક

જાણકારી અનુસાર, 58 વર્ષીય રાજુ શ્રી વાસ્તવ 40થી વધુ દિવસો સુધી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. રાજુ શ્રીવાસ્તાનના નિધન પર રાજકારણ અને ફિલ્મી દુનિયાના કેટલાય સેલિબ્રિટિઓ નિરાશ છે. હકીકતમાં આ 40થી વધારે દિવસોમાં દરેક વ્યક્તિએ રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

Published by:Sahil Vaniya

First published:

Tags: Entertainemt News, Latest News, Raju srivastav



Source link

Leave a Comment