Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.(File Pic) pic.twitter.com/kJqPvOskb5
— ANI (@ANI) September 21, 2022
Table of Contents
કસરત કરતા સમયે હાર્ટ એટેક આવ્યો
58 વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું હાર્ટ અટેકના કારણે નિધન થયું. તેમને 10 ઓગસ્ટે વર્કઆઉટ કરતા સમયે હાર્ટ અટેક આવ્યો હતો અને તાત્કાલિક દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની ડૉક્ટર્સે એન્જિયાપ્લાસ્ટી કરી હતી. જોકે, તેમનું બ્રેન રિસ્પોન્સ કરતું નહોતું. પલ્સ પણ 60-65ની વચ્ચે હતા. રાજુ શ્રીવાસ્તવના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઘાત લાગ્યો છે. સેલેબ્સ નિધનના સમાચાર સાંભળીને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.
મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો જન્મ
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.
રાજુએ 1994માં ટીવી શો ‘ટી ટાઇમ મનોરંજન’માં કામ કર્યું હતું. રાજુને ખરી ઓળખ ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી મળી હતી. રાજુ પછી ‘ગજોધર’થી લોકપ્રિય થયો હતો. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ ‘ફિરંગી’માં જોવા મળ્યો હતો. ટીવીની વાત કરીએ તો તેણે છેલ્લે 2014માં ‘ગેંગ્સ ઑફ હસીપુર’ શોને હોસ્ટ કર્યો હતો.
હાલમાં ભાજપ સાથે જોડાયેલ હતાં
2014માં રાજુએ કાનપુર બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું હતું. જોકે 11 માર્ચ, 2014ના રોજ રાજુએ ટિકિટ પરત કરી દીધી હતી. ત્યાર બાદ 19 માર્ચ, 2014ના રોજ ભાજપમાં જોડાયા હતા. હાલમાં રાજુ ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના ચેરમેન હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywod, Raju srivastav