Record breaking blood was collected under Maharaktadan campaign in Banaskantha.nrb – News18 Gujarati


Nilesh Rana, Banaskantha: વિશ્વની સૌથી મોટી રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા દર વર્ષે 17 સપ્ટેમ્બરે મેગા રક્તદાન શિબિર યોજી લાખો બોટલ રક્ત એકત્ર કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠામાં પણ આજે અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ યોજિ સંસ્થા દ્વારા રક્ત એકત્ર કરી સમગ્ર દેશમાં આજે રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો.જિલ્લામાં વિવિધ આઠ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરી 1,000 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરે ના રોજ રક્તદાન કેમ્પ યોજી 1.50 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જે અંતર્ગત તેરાપદ યુવક પરિષદ ડીસા દ્વારા ડીસામાં ભારતીય સ્ટેટ બેન્ક મુખ્ય બ્રાન્ચ તથા હાઇવે બ્રાન્ચ, લાખણી ભીલડી, પાલનપુર,થરા સહિતની 8 બ્રાન્ચોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 1,000 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.રક્તદાન શિબિરમાં તમામ સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ શુભેચ્છકોએ રક્તદાન કરી સંસ્થાના લક્ષ્યાંકને પાર પાડવા પોતાનો સહયોગ આપ્યો હતો.

અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ જૈન યુવકો દ્વારા ચાલતી સેવાકીય સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૬૪માં કરવામાં આવી હતી જેનો આજે 58 મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે .આ સંસ્થા દ્વારા વર્ષ 2012માં મહારક્તદાન અભિયાન શરૂ કરાયું હતું.જેમા જૈન ગુરુદેવોના પ્રેરણાથી અને જૈન સમાજના ત્રણ આયામ એવા સેવા,સંસ્કાર અને સંગઠનના ભાગરૂપે આ સેવાકીય કાર્યની શરૂઆત કરવામાં આવી છે.

જૈન સમાજના ગુરુદેવોના શુભ આશીર્વાદથી ધીરે ધીરે રક્ત દાતાઓના સહયોગથી વિશ્વની રક્તદાન કરતી સૌથી મોટી સંસ્થા બની ગઈ હતી. વર્ષ 2014માં 17 સપ્ટેમ્બરે સમગ્ર વિશ્વમાં સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ યોજી એક જ દિવસમાં 1 લાખ થી વધુ યુનિટ રક્ત એકત્ર કરી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.ત્યાર બાદ આ સંસ્થા દ્વારા 2016 માં આખા વર્ષ દરમિયાન 410 સ્થળો પર 468 રક્તદાન સીબીરોની સાથે વિશ્વભરમાં રક્તદાન અભિયાન કરી ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે.

2020માં કોવિડ 19ની વિકટ પરિસ્થિતિમાં લોકડાઉન જેવી સ્થિતિમાં પણ 55,000 યુનિટ રક્તદાન તેમજ 2000 પ્લાઝમા ડોનેશન કરી સમગ્ર વિશ્વમાં બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, ગ્લોબલ રેકોર્ડ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, એશિયા પેસિફિક રેકોર્ડ્સમાં અને ગ્લોબલ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. જે બાદ આ વર્ષે પણ 17 સપ્ટેમ્બરે ના રોજ રક્તદાન કેમ્પ યોજી 1.50 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.

જે અંતર્ગત તેરાપદ યુવક પરિષદ ડીસા દ્વારા ડીસામાં ભારતીય સ્ટેટ બેન્ક મુખ્ય બ્રાન્ચ તથા હાઇવે બ્રાન્ચ, લાખણી ભીલડી, પાલનપુર,થરા સહિતની 8 બ્રાન્ચોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 1,000 થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.રક્તદાન શિબિરમાં તમામ સ્વૈચ્છીક સંસ્થાઓ, સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ શુભેચ્છકોએ રક્તદાન કરી સંસ્થાના લક્ષ્યાંકને પાર પાડવા પોતાનો સહયોગ આપ્યો હતો.

First published:

Tags: Banaskantha, Blood donation, Blood donation camp



Source link

Leave a Comment