કુલ સાત જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
ભરતીના માધ્યમથી મિકેનિકનું એક, ઈલેક્ટ્રીશિયનનના બે, પેઈન્ટરનુ એક, વેલ્ડરનું એક અને સુથારના બે પદ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 7મા પગાર ધોરણ કમિશનના લેવલ 2 પે મેટ્રિક્સ હેઠળ પગારના રૂપમાં 19900 થી લઈને 63200 રૂપિયા ચૂકવવામાં આવશે.
કોણ કરી શકે છે અરજી
સંબંધિત વેપારમાં પ્રમાણપત્ર ધારક અથવા 8મું ધોરણ પાસની સાથે આપવામાં આવેલા વેપારમાં એક વર્ષનો અનુભવ ધરાવનાર ઉમેદવારો જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ મોટર વ્હીકલ મિકેનિકની પોસ્ટ માટે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવુ અનિવાર્ય છે.
આ પણ વાંચોઃ જો તમારામાં સમાજમાં બદલાવ લાવવાની છે ક્ષમતા તો કરી લો કોર્સ ,બની જશે ઉજ્જવળ કારકિર્દી
વયમર્યાદા
18થી 30 વર્ષની ઉંમર ધરાવનાર ઉમેદવાર આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા
હોદ્દાઓ પર ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક ટ્રેડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં આ જગ્યાઓ માટે ભરતી શરૂ, પરીક્ષા વિના જ થશે પસંદગી
કેવી રીતે અરજી કરી શકાય
ઉમેદવારોએ સૂચનામાં આપેલા ફોર્મેટમાં અરજી પત્ર ભરીને, ‘The Manager, Mail Motor Service, CTO compound, Tallakulam, Madurai-625002’ સરનામાં પર મોકલવાનું રહેશે. અરજી સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટના માધ્યમથી મોકલી શકાય છે. આ ઉપરાંત ઉમેદવાર આ લિંક https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_19092022_MMS_TN_Eng_01.pdf પર જઈને ભરતી માટે જરૂરી સૂચનાઓ અને જાણકારી મેળવી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: India Post Recruitment, Recruitment 2022, Sarkari Naukari