Reliance New Energy will buy 20 percent partnership in Caelux by investing 1.2 million dollar


મુંબઈઃ રિલાયન્સ ન્યુ એનર્જી (Reliance New Energy(RNEL))એ અમેરિકાની કંપની caelux માં 20 ટકાની ભાગીદારી ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે caelux માં રોકાણ અમારી રણનીતિનો એક ભાગ છે. અમે સૌથી વધુ એડવાન્સ ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ બનાવવા માગીએ છીએ. આ 1.2 કરોડ ડોલરની ડીલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડરી કંપની રિલાયન્સ ન્યુ એનર્જી કરશે. રિલાયન્સ ન્યુ એનર્જી અને caeluxએ એક પાર્ટનરશિપ એગ્રિમેન્ટ પર પણ સહમતી દર્શાવી છે. જે અંતર્ગત caelux સાથે ટેક્નોલોજી સ્તર પર સહયોગ અને તેની ટેક્નોલોજીનું કોમર્શિયલાઈઝેશન સામેલ છે. રિલાયન્સે આ અંગે સ્ટોક એક્સચેન્જમાં માહિતી આપી હતી. caelux perovskite આધારિત સોલાર ટેક્નોલોજી ડેવલોપ કરે છે.

આ પણ વાંચોઃ Hot stocks: ટૂંકા ગાળામાં બમ્પર કમાણી માટે નિષ્ણાતોએ કહ્યું આ બે શેરમાં દાવ લગાવો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ (Mukesh Ambani) જણાવ્યું હતું કે, “Caeluxમાં રોકાણ એ અમારી વ્યૂહરચનાનો એક ભાગ છે. અમે સૌથી અદ્યતન ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ બનાવવા માંગીએ છીએ. અમારું માનવું છે કે Caeluxની perovskite આધારિત સોલાર ટેક્નોલોજી અમને Crystalline Solar Modules માં નવા તબક્કાના ઇનોવેશન સુધી પહોંચવા માટેનો મોકો મળશે.’

રિલાયન્સ ગુજરાતના જામનગરમાં વિશ્વ કક્ષાની ઈન્ટીગ્રેટેડ ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી સ્થાપી રહી છે. અમેરિકન કંપનીમાં રોકાણ રિલાયન્સને વધુ શક્તિશાળી અને ઓછા ખર્ચે સોલર મોડ્યુલ બનાવવામાં મદદ કરશે. યુએસ કંપની સાથેના આ સોદાને કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર નહીં પડે.

આ પણ વાંચોઃ મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સસ્તી થઈ શકે, નવા નિયમોથી તમારા ખિસ્સા પરનો ભાર હળવો થઈ શકે

રિલાયન્સ ન્યૂ એનર્જી અને કેલક્સ સાથેની ડીલ સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. Caelux ને 14 મે, 2014 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી તરફથી શરું કરવામાં આવી હતી. કંપનીએ તેની ટેક્નોલોજી માટે એક વ્યાપક યોજના બનાવી છે. આમાં અમેરિકા, એશિયા અને લેટિન અમેરિકામાં ઉત્પાદનની શરૂઆતનો સમાવેશ થાય છે.

Caeluxની ટેક્નોલોજી એવી છે કે તેને કોઈ દુર્લભ ખનિજોની જરૂર નથી. તે પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ અને ઓછી કિંમતના precursors નો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી નીચા તાપમાનવાળી ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેની મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયામાં વપરાતા સાધનો સરળતાથી ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ TCS અને Infosys સહિતના મોટા IT સ્ટોક્સમાં કડાકો, તમારે શું કરવું? નિષ્ણતોએ આપી સલાહ

Caelux Corporation ના CEO Scott Graybeal એ જણાવ્યું હતું કે, “રિલાયન્સ સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે અમારી ઉત્પાદન ક્ષમતાને ઝડપથી વિસ્તરીશું. આની મદદથી અમે ઓછા ખર્ચે Crystalline Solar Modules નું ઉત્પાદન કરી શકીશું. અમે ભવિષ્યમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની શક્યતાઓ વિશે સકારાત્મક છીએ. અમે રિલાયન્સની વૈશ્વિક વિસ્તરણ યોજના અને પ્રોડક્ટ રોડમેપને સમર્થન આપીશું.

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Reliance New Energy Solar Ltd, મુકેશ અંબાણી



Source link

Leave a Comment