ખાદ્ય મંત્રાલય અનુસાર, ઘરેલૂ બજારમાં ચોખા, ઘઉં અને લોટની કિંમતોમાં આગળ પણ વધારો થવાનું અનુમાન છે. એક દિવસ પહેલા જ મંત્રાલયે ચોખા, ઘઉં અને લોટના ઓલ ઈંડિયા જથ્થાબંધ તથા છુટક મોંઘવારી સતત ચાલુ છે. તેમાં કહેવાયુ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આ ખાદ્ય પેદાશોની કિંમતોમાં 9થી 20 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. આ આંકડા બાદ મંત્રાલયે કહ્યું કે, આગળ પણ ચોખા, ઘઉં અને લોટની કિંમતોમાં ઉછાળો રહેશે.
કૃષિ મંત્રાલયે ગત બુધવારે જણાવ્યું હતું કે, આ વર્ષે ખરીફ સિઝનમાં ચોખાનું કુલ ઉત્પાદન 10.49 કરોડ ટન રહેવાનું અનુમાન છે, જે ગત વર્ષની ખરીફ સિઝનમાં 11.17 લાખ ટન હતું. ત્યાર બાદ ખાદ્ય મંત્રાલયનું નિવેદન આવ્યું જેમાં આગળ પણ ચોખા, ઘઉંની કિંમતોમાં ઉછાળાની વાત કરવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે, ઓછા ઉત્પાદનના અનુમાન અને બિન બાસમતી ચોખાની વધારે નિકાસના કારણે આગળ પણ ચોખા, ઘઉંની કિંમતોમાં ઉછાળાનો ટ્રેંડ ચાલુ રહેશે.
Table of Contents
દેશમાં કેટલી વધી છે ચોખા, લોટની સરેરાશ કિંમત
ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર, દેશમાં ચોખાની છુટક કિંમત ગત વર્ષની સરખામણીમાં 9.03 ટકા વધી, જ્યારે ઘઉંની છૂટક કિંમતમાં 14.39 ટકાનો વધારો થયો. સૌથી વધારે ઉછાળો લોટની છુટક કિંમતમાં આવ્યો, જે ગત વર્ષથી 17.87 ટકા મોંઘો છે. જો જથ્થાબંધ ભાવની વાત કરીએ તો, ચોખા ઓલ ઈંડિયા ડેઈલી હોલસેલ પ્રાઈસ ગત વર્ષની સરખામણીમાં 10.16 ટકા વધી ગયું છે, જ્યારે ઘઉંમાં આ ઉછાળો 15.43 ટકા અને લોટમાં 20.65 ટકા છે.
ખાદ્ય સુરક્ષા યોજના પર અસર
કૃષિ મંત્રાલયે ખરીફ સીઝન 2022-23 માટે પહેલી વાર અનુમાન જાહેર કર્યા છે, જેમાં કહેવાયુ છે કે આ વખતે ચોખાનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીમાં 6 ટકા ઓછુ રહેશે. પહેલા ચાલૂ સિઝન માટે 12.2 કરોડ ટન ચોખાના ઉત્પાદનનુ લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. જે હવે 10.49 કરોડ ટનનું દેખાઈ રહ્યું છે. ખરીફ ઉત્પાદનમાં ઘટાડાના કારણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ 2013 અંતર્ગત દેશમાં અનાજ વહેંચવાની યોજના પર અસર પડશે. આ વર્ષે લગભગ 60થી 70 લાખ ટન ચોખાનું ઓછુ ઉત્પાદન થવાનું અનુમાન લગાવ્યું હતું. જે હવે 40-50 લાખ ટન રહી શકે છે.
ઓછા ઉત્પાદન સાથે ચોખાની વધતી નિકાસ પણ ઘરેલૂ બજારમાં કિંમતો વધવા પાછળનું એક મોટુ કારણ છે. મંત્રાલયે ચોખાની વધતી માગની નિકાસ પર પ્રેશર છે.જો છેલ્લા ચાર વર્ષનો ટ્રેંડ જોઈએ તો, કણકી ચોખાની નિકાસમાં 43 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. એપ્રિલ- ઓગસ્ટ 2019માં જ્યાં તૂટેલા ચોખાની કુલ નિકાસ 51 હજાર ટન રહી હતી, તો વળી એપ્રિલ- ઓગસ્ટ 2022માં આ આંકડો 21.31 લાખ ટન પહોંચી ગયો હતો. વર્ષ 2021માં એપ્રિલ- ઓગસ્ટ દરમિયાન તે ફક્ત 15.8 લાખ ટન ચોખાની નિકાસ થઈ હતી.
આ પણ વાંચો: તહેવારો આવતાં જ સોનું 50 હજાર પહોંચ્યું તો ચાંદી 58 પાર થયું
વધી શકે છે દૂધ અને ઈંડાના ભાવ
આમ તો સરકારે 9 સપ્ટેમ્બરે તૂટેલા ચોખાની નિકાસ પર રોક લગાવી દીધી છે. પણ તેની પાછળી કિંમતોમાં થયેલા વધારથી સૌથી વધારે અસર મરઘા અને પશુપાલકો પર થવાની આશંકા છે. તૂટેલા ચોખાની કિમતોમાં ઉછાળો આવતા 16 રૂપિયા કિલોથી વધીને 22 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પોલ્ટ્રી ઉદ્યોગ પર તેની વધારે અસર પડવાના કારમે મરઘાઓના ભાવ અને તેમાં આવતા ખર્ચામાં 60-65 ટકા ફક્ત તૂટેલા ચોખાનો હોય છે. તેના ભાવ અને વધી રહેલા પશુચારા તથા મરઘાના ભાવના કારણે દૂધ, ઈંડા અને માંસની કિંમતોમાં પર પણ દેખાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Brown Rice, Inflation, Wheat