ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 21 રન બનાવવાના હતા જ્યારે 3 વિકેટ બાકી હતી. ડાબોડી ફાસ્ટ બોલર અબુલ હસન બોલિંગ કરવા આવ્યો હતો. હેડિન પ્રથમ બોલ એકપણ રન લઈ શક્યો નહતો. જોકે તેને બીજા બોલ પર સિક્સર ફટકારી દીધી હતી. જ્યારે ત્રીજો બોલ નો-બોલ પડ્યો હતો અને તેના પર 2 રન પણ બન્યા હતા. ત્રીજા બોલ પર એક પણ રન મળ્યો ન હતો. તે પછી હેડિને છેલ્લા 3 બોલમાં 3 ચોગ્ગા ફટકારીને ટીમને રોમાંચક જીત અપાવી હતી. તેને 37 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને પોતાની ઈનિંગદ દરમિયાન 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
8 રનમાં 4 વિકેટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી. કેમેરોન વ્હાઇટ પહેલી જ ઓવરમાં એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન શેન વોટસને 35 અને કેલમ ફર્ગ્યુસને 24 રન બનાવીને ટીમની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 70 રન જોડ્યા હતા. આ પછી ટીમનો ધબડકો થયો હતો અને 90 રનમાં પાંચ વિકેટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે ડાબોડી સ્પિનર ઈલિયાસ સનીએ શાનદાર બોલિંગ કરતાં 4 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશની શરૂઆત પણ સારી રહી ન હતી. ટીમે 62 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઈલિયાસ સનીએ અણનમ 32 રન બનાવ્યા અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય ઓસ્ટ્રેલિયાના બોલરોએ બાયના રૂપમાં 39 રન આપી દીધા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર