કુલ 333 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી
આ ઉપરાંત ઉમેદવાર સીધા જ લિંક https://sail.co.in/ પર ક્લિક કરીને આ હોદ્દાઓ માટે અરજી કરી શકે છે. આ સાથે જ આ લિંક SAIL Recruitment 2022 Notification PDF દ્વારા ઉમેદવાર સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 333 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 10 પાસ યુવાનો માટે ગૃહ વિભાગમાં બમ્પર ભરતી
SAIL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ
આવેદન કરવા માટે છેલ્લી તારીખ - 30 સપ્ટેમ્બર
SAIL Recruitment 2022 માટે ખાલી જગ્યાઓની વિગત
કુલ પોસ્ટની સંખ્યા - 333
એક્ઝિક્યુટિવ - 8 પોસ્ટ
નોન એક્ઝિક્યુટિવ - 325 પોસ્ટ
આ પણ વાંચોઃ જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં કેવી રીતે કર્મચારીઓને સમાવાશે
SAIL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ
ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલી માહિતી અનુસાર યોગ્યતા હોવી આવશ્યક છે.
SAIL Recruitment 2022 માટે અરજી ફી
આસિસ્ટેન્ટ મેનેજરઃ સામાન્ય\ઓબીસી\ઈડબ્લ્યૂએસ શ્રેણી માટે અરજી ફી 700 રૂપિયા અને SC\ST\PWD\ESM\વિભાગીય ઉમેદવારો માટે 200 રૂપિયા છે.
ઓપરેટર-કમ-ટેકનિશિયન, ખાણકામ ફોરમેન, મોજણીદાર, ફાયર ઓપરેટર અને ઓપરેટર-કમ-ટેકનિશિયનઃ સામાન્ય\ઓબીસી\ઈડબ્લ્યૂએસ શ્રેણીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને SC\ST\PWD\ESM\વિભાગીય ઉમેદવારો માટે 150 રૂપિયા છે.
SAIL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં નક્કી કરેલી તારીખે હિન્દી\અંગ્રેજીમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષા સામેલ હશે. કમ્પ્યૂટર આધારિત ટેસ્ટમાં 2 વિભાગમાં 100 ઉદેશ્ય આધારિત પ્રશ્નો હશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે અને યૂઆર\ડબ્લ્યૂએસ માટે મહત્તમ યોગ્યતા 50 ટકાવારીનો સ્કોર, SC\ST\OBC\PWD શ્રેણી માટે 40 ટકાવારીનો મહત્તમ સ્કોર જરૂરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર