આ દરમિયાન જોવામાં આવે તો ખુદ સલમાન ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ પ્લાન Bથી ચોંકી જશે. હકીકતમાં સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ પહેલા લોરેન્સ બિશ્નોઈએ એક વખત ફરીથી સલમાન ખાનને મારવા માટે પ્લાન B તૈયાર કર્યો હતો.
આ સમગ્ર પ્લાનને લીડ કરવાની જવાબદારી ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક શૂટર કપિલ પંડિતની પાસે હતી. કપિલ પંડિતની હાલમાં ભારત-નેપાલ બોર્ડરની પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના વાઝે વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાધવ અને અન્ય શૂટરે રહેવા માટે ભાડાનો રૂમ લીધો હતો.
તેથી જોવા જઈે તો પનવેલમાં જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું ફાર્મ હાઉસ છે. તે ફાર્મ હાઉસના રસ્તામાં લોરેન્સ બિશ્નોઈના શૂટર્સે ભાડેથી રૂમ લીધો હતો અને લગભગ દોઢ મહિના સુધી અહીં રોકાયા હતા. લોરેન્સે આ તમામ શૂટર્સની પાસે તે રૂમમાં સલમાન ખાન પર અટેક કરવામાં ઉપયોગમાં લેવાતા નાના હથિયાર પિસ્તોલ, કારતૂસ વગેરે હતા.
આ પણ વાંચોઃ- સલમાનને 4 વખત મારવાનો પ્લાન કરી ચૂક્યો છે લોરેન્સ બિશ્નોઈ, એક્ટરના ઘરે મુંબઈ પોલીસ પહોંચી હતી
શૂટર્સે એટલે સુધી જાણકારી મેળવી લીધી હતી કે સલમાન ખાન હિટ એન્ડ રન કેસમાં સામે આવ્યો છે, તેના પછી તેની ગાડીની સ્પીડ ઓછી કરી દીધી છે. એ પણ જાણકારી પ્રાપ્ત કરી લીધી હતી કે પનવેલના ફાર્મ હાઉસ પર જ્યારે પણ સલમાન ખાન આવે છે ત્યારે સાથે મોટાભાગે તેનો PSO શેરા જ હાજર હોય છે.
એટલું જ નહીં શૂટર્સે તે રસ્તાને પણ ટ્રેક કર્યો, જે રસ્તો સલમાન ખાનના પનવેલના ફાર્મ હાઉસ તરફ જાય છે. જો કે તે રસ્તા પર ઘણા ખાડા હોય છે તો સલમાન ખાનની ગાડીની સ્પીડ ફોર્મ હાઉસ સુધી માત્ર 25 કિલમોમીટર પ્રતિ કલાકની રહેશે.
લોરેન્સના શૂટર્સે મોટો ખુલાસો કર્યો છે કે સલમાન ખાનના ફાર્મ હાઉસના સુરક્ષા ગાર્ડ્સ સાથે સલમાનના ફેન બની મિત્રતા કરી લીધી હતી તેથી સલમાનની દરેક મૂવમેન્ટની તમામ જાણકારી મળી શકે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન તે દરમિયાન બે વખત પોતાના ફાર્મ હાઉસ પર આવ્યો હતો, પરંતુ લોરેન્સ બિશ્નોઈના શૂટર્સ અટેક કરવાથી ચૂકી ગય હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Salaman khan