નર્મદા ડેમની સપાટી 138.40 મીટર પર પહોંચી ગઇ છે. ડેમમાંથી છોડવામાં આવેલાં 2 લાખ કયુસેક કરતાં વધારે પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ પાસે નર્મદાની સપાટી 19.68 ફુટ સુધી પહોંચી હતી. ડેમમાંથી છોડવામાં આવતો પાણીનો જથ્થો ઘટાડવામાં આવતાં નદીની સપાટી 19.68 ફુટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધી હોવાથી ડેમમાંથી છોડવામાં આવતું પાણી વધારવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની 138.68 મીટરની પુર્ણ સપાટીને પાર કરી ગયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 2.46 લાખ કયુસેક પાણી આવી રહયું છે જેની સામે પાણીની જાવક 1.20 લાખ કયુસેક છે.
સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ
નોંધનીય છે કે, ગુરુવારે ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે 138.68 મીટરે પહોંચી છે. આના પરિણામે જળાશયમાં 4.73 મિલીયન એકર ફૂટ એટલે કે 5.76 લાખ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચવાની ગૌરવ ઘટનામાં સહભાગી થઇ મા નર્મદાના નીરના વધામણા ગુરૂવારે સવારે એકતાનગર પહોંચીને કર્યા હતા.
આ પણ વાંચો: જાણીતા કથાકારે યુવતીની પીઠ પર બદઇરાદે ફેરવ્યો હાથ
જ્યારે, શુક્રવારે મોડી સાંજે સરદાર સરોવરમાં આવતા પાણીનો આવરો વધીને 1.83 લાખ કયુસેક થઇ ગયો હતો. સરદાર સરોવર ડેમ 138.38 મીટરની મહત્તમ સપાટીને પણ વટાવી ગયો છે ત્યારે ડેમના 23 દરવાજાઓ પુન: ખોલી ડેમમાંથી 1.25 લાખ કયુસેક પાણી નદીમાં છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થવાની સંભાવના છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાનું હજીય ચાલુ છે.
આજે આ વિસ્તારોમાં રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આજથી આજે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. દિક્ષણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. ભાવનગરથી લઇને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી બે-ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Narmada dam, ગુજરાત, નર્મદા