Senior citizen beaten and loot in home Ahmedabad


અમદાવાદ: શહેરમાં ફરી એક વખત સિનિયર સિટીઝનોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. વેજલપુર વિસ્તારમાં સિનિયર સીટીઝનને તેના જ ઘરમાં કેદ કરી લાખોની લૂંટ ચલાવી મકાનના જરૂરી કાગળો પર સહી કરાવવામાં આવી હતી. જોકે, પોલીસની સતર્કતાથી મુખ્ય કાવતરાખોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

વેજલપુર પોલીસે રાહીલ શેખ, કાસમ શેખ અને શાહેબાજ મોમીન નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ જુહાપુરા અને સરખેજ વિસ્તારના રહેવાસી છે. ત્રણેય આરોપીની ધરપકડનું કાવતરૂ રચી લુંટને અંજામ આપવાના ગુનામાં કરવામાં આવી છે. આરોપીએ ખાદીમ સોસાયટીમાં રહેતા નિવૃત્ત એન્જીનીયર જમાલુદ્દીન વઢવાણિયા ને તેના જ ઘરમાં કેદ કરી લૂંટ ચલાવી હતી. ફરિયાદીના ઘરમાં મકાન ખરીદવાના બહાને ઘરમાં ઘૂસી જમાલુદ્દીન વઢવાણિયાને દોરી અને ટેપ વડે બાંધી, ઘરમાં રહેલા 1 લાખ 11 હજાર રોકડ ની લૂંટ ચલાવી, કોરા ચેક પર સહિઓ કરાવી હતી. સાથે જ મકાનના જરૂરી કાગળો પર જબરજસ્તીથી સહી કરાવી આરોપી નાસી છૂટ્યા હતા.

અમદાવાદ બન્યું લોહિયાળ, જાહેરમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષનો લેવાયો ભોગ

ઝડપાયેલા ત્રણેય આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મુખ્ય આરોપી શાહજેબ મોમીન ભોગ બનનાર વૃદ્ધના ઘરની સામે જ રહે છે. એટલે આરોપીને માહિતી હતી કે, વૃદ્ધ ઘરમાં એકલા રહે છે. તેમને ડરાવવાથી મકાનના દસ્તાવેજો પર સહી કરી આપશે. તેથી પોતાના અન્ય બંને મિત્રો અને સહ આરોપી રહેલ શેખ અને કાસમ શેખની સાથે મળી કાવતરું રચ્યું. બાદમાં ફરિયાદીના ઘરે જઈ તેમને કેદ કરી રૂપિયા પડાવી મકાનના દસ્તાવેજો પર સહી કરાવી લીધી હતી. વૃદ્ધ સહી કરતા કરતા ઉંમરના લીધે હાથ ડગમગતા સહી ન કરી શક્યા અને તેના કારણે આરોપીઓએ માર પણ માર્યો હતો.

અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ

મહત્વનું છે કે, લૂંટના આઠ દિવસ બાદ પણ ફરિયાદી પોલીસ સામે આવ્યા ન હતા. પરંતુ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા બનાવની હકીકત સામે આવી છે. સાથે જ ઝડપાયેલા આરોપી અગાઉ લૂંટ મારા મારી અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હતા. જેથી આરોપી ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત, લૂંટ





Source link

Leave a Comment