sex tutorial in pune maharastra in navratri 2022


OMG! હાલમાં ભારતનાં પૂણેમાં આશ્ચર્યચકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ‘સેક્સ તંત્ર’ નામનું પ્રશિક્ષણ શિવિરનું આયોજન રકવામાં આવશે. આ કેમ્પ 1થી 3 ઓક્ટોબર સુધી પૂણેમાં આયોજિત કરવામાં આવશે. જે માટે પ્રતિ વ્યક્તિ 15,000 રૂપિયા ફી લેવામાં આવશે. આ જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે જેનાંથી વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે.

હાલમાં પૂણેમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ એડવર્ટાઇઝમેન્ટને ભળતી પ્રતિક્રિયાઓ મળી રહી છે. નવરાત્રી સ્પેશલનાં નામથી જાહેર આ એડવર્ટાઇઝમેન્ટને કેટલાંક લોકો વિરોધ કરી રહ્યાં છે તો કેટલાંકને તે આકર્ષી રહી છે.

જોકે, વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ વિજ્ઞાપન અને ગતિવિધિ સંદિગ્ધ અને અવૈધ છે. સેક્સ અને સેક્સ્યુઆલિટી એજ્યુકેન જરૂરી છે. પણ આ વિજ્ઞાપન કંઇક અલગ જ જણાવે છે.

સેક્સ તંત્ર, પૂણે, મહારાષ્ટ્ર

આ જ કારણ છે કે, કાયદાકીય વિશેષજ્ઞ એન્ડ અસિમ સરોદે માંગણી કરી છે કે, પોલીસ આ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે. તેણે ફેસબૂક પેજ પર સવાલ ઉઠાવ્યો છે કે પૂણેમાં આ શું થઇ રહ્યું છે. હવે આ મામલે વધુ શું થાય છે તે જોવું રહ્યું.

Published by:Margi Pandya

First published:

Tags: Navratri 2022, OMG, OMG News



Source link

Leave a Comment