શનિદવ ગીધ પર બેસેલા જોવા મળે તો શું અર્થ છે?
પૌરાણિક ગ્રંથો અને માન્યતા અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિ મહારાજ પોતાના કર્મો પ્રમાણે ફળ આપે છે. આવી સ્થિતિમાં તેમની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરતા રહે છે. જો સપનામાં શનિદેવ ગીધ પર બેઠેલા જોવા મળે તો તે ખૂબ જ અશુભ સંકેત છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં નકારાત્મક ઉર્જા વહેવા લાગે છે. જીવનમાં ખરાબ સમાચાર આવવાના હોવાનો આ સંકેત છે.
સપનામાં શનિદેવ કાગડાની સવારી કરતા દેખાય તો?
જો સપનામાં શનિદેવ કાગડાની સવારી કરતા દેખાય તો તે પણ શુભ માનવામાં આવતું નથી. આવા સ્વપ્ન જોવાનો અર્થ છે કે તમારા જીવનમાં કેટલાક અશુભ પરિણામો આવવાના છે. આવી સ્થિતિમાં વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
સપનામાં શનિદેવની પૂજા કરતા જોવા મળે તો?
જો કોઈ વ્યક્તિ સપનામાં શનિદેવની પૂજા કરતા જોવા મળે તો તે સામાન્ય પરિણામ આપનારું માનવામાં આવે છે. લોકોને શુભ અને અશુભ બંને ફળ મળે છે. આવા સ્વપ્ન આવવા પર શનિદેવ સંબંધિત ઉપાયો કરવા જોઈએ.
હાથી પર બેસેલા દેખાય તો?
જો શનિદેવ કોઈ વ્યક્તિને હાથી પર બેઠેલા દેખાય તો તે ખૂબ જ શુભ હોય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વરસાદ થવાની સંભાવના રહેલી છે. સપનામાં હાથી પર બિરાજમાન શનિવેદ કારકિર્દીમાં પ્રગતિના સંકેત આપે છે અને પૈસાની પણ આવક થશે.
મોર પર બેસેલા દેખાય તો?
જો શનિદેવને સપનામાં મોર પર બેઠેલા દેખાય તો તેનો અર્થ એ છે કે તેમની સાથે સારું થવાનું છે. આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને આવનારા દિવસોમાં માણસ સફળતાની સીડી ચડવા લાગે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર