ટ્રેનોન રદ થવાના કારણે આવનારા સમયમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી પડે નહીં, તેથી પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આજરોજ ટ્રેન નંબર સહિત જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને આવનારી 25, 26, 27, 28, 29 અને 30 તારીખના રોજ મુસાફરી કરનાર યાત્રીઓને જાણકારી પ્રાપ્ત કરવામાં સરળતા રહે.
25 થી 30 નવેમ્બર ટ્રેનમાં મુસાફરી કરવાના હોય તો તમારા માટે અગત્યના સમાચાર
વડોદરાથી ઉપડતી
પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ
- ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપનગર મેમુ
- ટ્રેન નંબર 09109 - પ્રતાપનગર - એકતાનગર મેમુ
તમારા શહેરમાંથી (વડોદરા)
- ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપનગર મેમુ
- ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગર મેમુ
27 નવેમ્બરે વડોદરા - જામનગર-ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ ખંડ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (DFCCIL) ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO) કાર્ય માટે વડોદરા -જામનગર- ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
રદ થયેલી ટ્રેનો-
- 27 નવેમ્બરે ટ્ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- 28 નવેમ્બરે ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
યાત્રીઓએ યાત્રા દરમિયાન રદ થયેલી ટ્રેનોને ધ્યાનમાં રાખવી, જેથી કરીને અટવાઈ ન જવાય. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ જોઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Local 18, Time Table of Train, Vadodara