એસઓજીને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલા અબ્બાસ ટેનામેન્ટમાં રહેતી એક યુવતી કફ સીરપનો જથ્થો વેચી રહી છે. બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. જ્યાં 22 વર્ષિય યુવતી પોતાના હાથમાં એક બોક્સ લઇને ઘરની બહાર આવી હતી અને રોડ પર બેસી ગઇ હતી. બોક્સમાં કફસીરપનો જથ્થો હોવાનું માની લઇને એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધી હતી. એસઓજીની ટીમે બોક્સ ખોલીને ચેક કરતા તેમા કફસીરપનો જથ્થો હતો. પોલીસે યુવતીની અટકાયત કરીને એસઓજી કચેરીએ લાવ્યા હતા. જ્યાં તેની આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: સાણંદ ડેપ્યુટી કલેકટરની આત્મહત્યા કે હત્યા?
દરમિયાનમાં એફએસએલની ટીમ પણ એસઓજી કચેરીએ પહોંચી ગઇ હતી. જ્યાં કફ સીપરના સેમ્પલ લીધા હતા. યુવતીની પૂછપરછમાં તેણે કબુલાત કરી હતી કે, તેના દિયર મોસિનખાન શેખે કફ સીપરનો જથ્થો વેચવા માટે આપ્યો હતો. મોસિન ખાનને બહેરામપુરા વિસ્તારમાં રહેતા લાલા નામના યુવકે આ જથ્થો આપ્યો હતો. યુવતી શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કોઇના ડર વગર કફસીપરનો જથ્થો વેચી રહી હતી.
આ પણ વાંચો: રાધનપુરની ટિકિટ અલ્પેશ ઠાકોરને કેમ ન આપી
એસઓજીને જાણ થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને યુવતીની ધરપકડ કરી લીધી હતી. રેડ દરમિયાન બબાલ થાય નહી તે માટે એસઓજીએ સ્થળ છોડી દીધુ યુવતીને કફસીરપની 25 બોટલો સાથે ધરપકડ કરી લીધી હતી ત્યારે બબાલ થાય તેવી શક્યતા હતા. દાણીલીમડામાં જ્યા એસઓજીની ટીમે દરોડા પાડ્યા ત્યાં થોડો સંવેદનશીલ વિસ્તાર હતો. રેડની કામગીરી ત્યાં કરવાથી મામલો બીચકે તેવી શક્યતા હતા. જેથી એસઓજીની ટીમે ચુપચાપ યુવતીને સરકારી વાહનમાં બેસાડીને એસઓજી કચેરીએ લાવી દીધી હતી. જો એસઓજીની ટીમ ત્યા થોડો સમય સુધી રોકાઇ હોત તો કદાચ સ્થાનિકો સાથે માથાકુટ પણ થઇ શકી હોત. દાણીલીમડા પોલીસની જાણ બહાર એસઓજીએ યુવતીને પકડીને ઓપરેશન પાર પાડ્યુ હતું.
રોડ પર બેસીને યુવતી નશેડીઓને કફ સીપર વેચતી હતી. દેશી દારૂ જેવી રીતે વેચાય છે તેવી જ રીતે નાઝીયા કફ સીરપનો જથ્થો વેચતી હતી. આખુ બોક્સ લઇને યુવતી ઘરની બહાર રોડ પર બેસતી હતી અને નશેડીઓને બિન્દાસ વેચતી હતી. નશેડીઓ પાસેથી યુવતી બોટલના ડબલ રૂપિયા લેતી હતી. કારણ કે, તેને ખબર હતી કે, ચૂંટણી ટાણે દારૂ તેમજ ડ્રગ્સનો જથ્થો મળશે નહી. ડ્રગ્સ કરતા કફ સીરપ સસ્તુ હોવાથી હાલ ટ્રેન્ડ બદલાયો એમડી, બ્રાઉનસુગર, ચરસ, ગાંજો જેવા અનેક ડ્રગ્સ પર પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓની ધોસ વધી છે એટલે યુવાઓ સસ્તા નશા તરફ વળ્યા છે.
આવી સ્થિતીમાં ડ્રગ્સ કરતા કફ સીરપનો ભાવ સસ્તો હોવાથી નશેડીઓમાં તેના સેવનનું પ્રમાણ વધ્યુ છે. બજારમાં આસાનીથી કફ સીરપ મળી જાય છે ત્યારે કેટલાક મેડીકલ સ્ટોર ઉપર પણ તે આસાનીથી વેચાય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત