some jewelers launched their own variants of digital gold


નવી દિલ્હીઃ આ તહેવારના સમયગાળા દરમિયાન સોનું ખરીદવા માટે જઈ રહ્યા છો અને તમારા જૂના ઝવેરી તમને સોનાના સિક્કા સિવાય ડિજિટલ સોનું ખરીદવા માટે એક એપ લિંક આપે, તો આશ્ચર્ય ન પામતા. હજુ સુધી માત્ર સરકાર દ્વારા માન્ય ગોલ્ડ રિપાઈનર જેવા કે, MMTC-Pamp, Augmont અને SafeGold નાણાકીય સેવા પ્રદાતાઓ અને ગોલ્ડ બ્રાન્ડો સાથે જોડાણ દ્વારા ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ આપી શકતા હતા.

હવે કેટલાક જ્વેલર્સે ડિજિટલ ગોલ્ડના તેમના વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. બદલાતી ટેકનોલોજીના યુગમાં સોનાનું રૂપ પણ બદલાઈ ગયુ છે. હવે ડિજિટલ ગોલ્ડ લાખો લોકોના રોકાણ માટે એક સારો વિકલ્પ બની ગયો છે. રોગચાળાના કારણે ઊભા થયેલા આર્થિક સંકટે લોકોને ડિજિટલ ગોલ્ડની તરફ આકર્ષિત કર્યા છે.

આ પણ વાંચોઃ PM કિસાન યોજનાના 12માં હપ્તાને લઈને મોટી અપડેટ, આ 10 ભૂલના કારણે ખાતામાં નહિ આવે 2,000 રૂપિયા

ગ્રાહકોને મળે છે પ્રમાણપત્ર

વર્તમાનમાં ડિજિટલ સોનું તૃતિય પક્ષના જોડાણો દ્વારા ઓફર કરવામાં આવી રહ્યુ છે, પરંતુ જો કોઈની પાસે એક સારી નેટ વર્થ છે, તો તે પોતે જ ડિજિટલ ગોલ્ડ ઓફર કરી શકે છે. જેને પેપર ગોલ્ડ અને સિલ્વર કહેવામાં આવે છે. ખરીદદારને પોસ્ટ દ્વારા મોકલવામાં આવતુ એક ભૌતિક પ્રમાણપત્ર મળે છે. ડિજિટલ ગોલ્ડમાં રોકાણની સૌથી મોટી ખાસિયત એ છે કે, તમે આમાં રોકાણની શરૂઆત માત્ર એક રૂપિયાથી જ કરી શકો છો. એક રૂપિયાથી શરૂ કરીને આગળ ગમે તેટલા રૂપિયાનું રોકાણ કરી શકો છો.

જ્વેલર્સ તેમનું પોતાનું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવી રહ્યા છે

એક એપ્લિકેશન બિલ્ડરે સી કૃષ્ણૈયા ચેટ્ટી ગ્રુપ, પૂર્વી ભારત અને મહારાષ્ટ્રના બીજા 70 જ્વેલર્સને ડિજિટલ ગોલ્ડ ઓફર કરવામાં મદદ કરી છે. જ્વેલર્સની મદદ કરવા વાળા ઈન્સ્ટા ડૉટ કૉમના સંસ્થાપક સંજૂ ખુશલાનીએ મનીકંટ્રોલને જણાવ્યુ કે, કોલ્હાપુર, અકોલા અને અન્ય ઘણા ઝવેરી છે, જે આ પ્રકારના સોના સંગ્રહની ઓફર કરવા માટ ઈચ્છુક છે. જ્યારે નાણાકીય વિતરકો તેને ઓફર કરી શકે છે, તો આ તો એવા ઝવેરી છે જે દાયકાઓથી સોનાનો વેપાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 0.35 પૈસાના આ શેરે રોકાણકારોને હજારો ગણુ વળતર આપ્યુ, માત્ર 3 વર્ષમાં 25 હજારને બનાવી દીધા 1 કરોડ

નાના ખરીદદારોને વધારે ફાયદો

ઓડિશાના બરહામ પુરમાં જામી ભીમરાજૂ એન્ટ બ્રધર્સ ચલાવવા વાળા જામી આશિષે મનીકંટ્રોલને જણાવ્યુ કે, તે નાના સોનાના ખરીદદારો માટે એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યા છે, જેની પાસે નેકલેશ ખરીદવા માટે ઝડપથી પૈસાની સગવડ નથી. આનાથી તેમને સતત સોનું જમા કરવામાં મદદ મળશે. આશિષે મુંબઈમાં એક ગોલ્ડ બિઝનેસ મીટ દરમિયાન કહ્યુ કે, ‘જે પણ તેમની પાસે સરપ્લસ હોય છે, તો તે 1 ગ્રામ, 2 ગ્રામ, 4 ગ્રામ જોડી શકે છે અને સોનું ખરીદવાના તેમના સપનાને પૂરુ કરી શકે છે.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Digital Gold, Investment રોકાણ



Source link

Leave a Comment