speaks-horoscope-today-22th-november-rashifal-zodiac-sign-prediction-gh-rv - આ રાશિના જાતકોએ કામકાજ પ્રત્યે ગંભીરતા દાખવવી, જાણો આજનું રાશિફળ – News18 Gujarati


મેષ: 21 માર્ચ-19 એપ્રિલ

નજીકના પારિવારિક મિત્ર નવા કામના માર્ગ માટે સલાહ આપી શકે છે. સોંપાયેલ કાર્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને ઇચ્છિત પરિણામ મળી શકે છે. આઉટસ્ટેશનના અનુભવની ઉંડી અસર પડી શકે છે.

લકી સાઇન - બટરફ્લાય

વૃષભ : 20 એપ્રિલ-20 મે

એડવાન્સ સ્ટડીઝ અથવા સ્કિલસેટના અપગ્રેડેશન માટે અત્યારે સમય અનુકૂળ છે. એક ગ્રાન્ટ અથવા મદદ તમારા તરફ વધવાની સંભાવના છે. માતાની તબિયત તેને ચીડચીડી અને ગુસ્સેલ સ્વભાવની બનાવી શકે છે.

લકી સાઇન - નિયોન

મિથુન: 21 મે - 21 જૂન

કામમાં તમે જે યોજના બનાવી રહ્યા છો, તે અમલમાં મુકવાનો આ સારો સમય હોઈ શકે છે. વ્યવસાયિક વિચારો સારા પ્રારંભિક પરિણામો લાવી શકે છે. વૈવાહિક પ્રસ્તાવ જે ઔપચારિક રીતે આવે છે, તે ફળદાયી સાબિત થઈ શકે છે.

લકી સાઇન - સલૂન

કર્કઃ 22 જૂન-22 જુલાઇ

કામ વ્યવસ્થિત જણાય છે, પરંતુ વ્યસ્ત રાખે. જો તમે કાનૂની કેસમાં સામેલ હોવ તો ખાતરી કરો કે તમારા પુરાવા સુરક્ષિત સ્થાને સચવાયેલા છે. કોઈ નજીકની વ્યક્તિ તમારી ગોપનીય માહિતી આપવામાં નિમિત્ત બની શકે છે.

લકી સાઇન - એન્ટિક વસ્તુ

સિંહ : 23 જુલાઇ - 22 ઓગસ્ટ

તમને તમારી પસંદગી પર વિશ્વાસ છે અને હવે તમે અન્ય લોકોને પણ સંમત થતા જોઈ શકો છો. કામમાં થોડી અશાંતિનો સમયગાળો સૂચવવામાં આવે છે. અંદરના વિકારો તમને વારંવાર વિચલિત કરી શકે છે, તેના પર વધુ ધ્યાન ન આપવું

લકી સાઇન - ચાંદીનો સિક્કો

કન્યા: 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર

તમારા ભાઈ અથવા તમારા નજીકના મિત્ર દ્વારા તમારી કુશળતાની કસોટી થઈ શકે છે. વ્યક્તિત્વમાં નજીવું પરિવર્તન પણ સૂચવવામાં આવે છે. તે તમે જાતે જીવનમાં લાવશો અને ફાયદો કરાવશે. થોડો પોતાની સાથે સમય ગાળવાથી ઘણો ફાયદો થશે.

લકી સાઇન - પતંગ

તુલા: 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર

ભૂતકાળની કેટલીક મજબૂત શીખ તમારા નવા અભિગમને ઘડી શકે છે. તમે એ જ ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખશો. કેટલીક સારી નાણાંકીય પ્રગતિ તમારા જીવનને પાટા પર પાછા લાવી શકે છે. હવે તમે તમારી જાતને નિર્ણાયક સ્થિતિમાં આત્મવિશ્વાસુ જોઈ શકો છો.

લકી સાઇન - વાદળી કાર

વૃશ્ચિક: 24 ઓક્ટોબર - 21 નવેમ્બર

પ્રેશરથી કામ કરાવાની યુક્તિઓ હવે અન્ય લોકો પર કામ કરી શકશે નહીં. તમે તમારી આસપાસના કેટલાક લોકોને હેરાન કરી રહ્યા હોવ એમ બને. જો સત્તાના હોદ્દા પર હોવ, તો તમે સારી છાપ જાળવી શકો છો. જેઓ રિયલ એસ્ટેટમાં કામ કરે છે તેઓ થોડો સારો નફો કરી શકે છે.

લકી સાઇન - તમારી મનપસંદ મીઠાઈઓ

ધન: 22 નવેમ્બર - 21 ડિસેમ્બર

નવા વિચારો વિપુલ પ્રમાણમાં આવતા જણાય છે, પરંતુ તે દિશાહીન હોઈ શકે છે. તમે ઉદ્યોગના કોઈ વરિષ્ઠને મળી શકો છો, જેની સલાહ મદદરૂપ થઈ શકે છે. જો કોઈ રોમેન્ટિક સંબંધમાં હોય, તો તમારે તેમાં અસરકારક રીતે સમય આપવાની જરૂર પડી શકે છે.

લકી સાઇન - ઇન્ડોર પ્લાન્ટ

મકર: 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી

જો તમે કોઈ વ્યક્તિ અથવા પ્રગતિની તક હાસિલ કરવાનું આયોજન કરી રહ્યાં હોવ તો હવે એક વાસ્તવિક પ્રયાસ જરૂરી છે. તમે વધુ આત્મવિશ્વાસ અને મૈત્રીપૂર્ણ ભાવ અનુભવી શકો છો. તમારા જીવનસાથી વિચારવા યોગ્ય સૂચન લઈને આવી શકે છે.

લકી સાઇન - મીણબત્તી સ્ટેન્ડ

કુંભ: 20 જાન્યુઆરી - 18 ફેબ્રુઆરી

જેઓ પર અન્ય લોકોનું પ્રભુત્વ છે તેઓ હવે ભૂમિકામાં બદલાવ વિશે સક્રિયપણે વિચારી શકે છે. અભિવ્યક્તિઓથી ક્યારેક લાગણીઓને ઓવરરાઇડ મળી શકે છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો, તો રસપ્રદ તકો હવે દેખાવા લાગશે.

લકી સાઇન - પીળો પથ્થર

મીન: 19 ફેબ્રુઆરી - 20 માર્ચ

સ્થિતિ મજબુર જણાય છે. આજે તમે જે પૂર્ણ કરવા માંગો છો તે તમારી ક્રિયાઓ સાથે સંરેખિત ન હોઈ શકે. પબ્લિક સર્વિસના ક્ષેત્રમાં લોકોએ ખોટા અર્થઘટન ટાળવા માટે કાળજીપૂર્વક વાતચીત કરવી જોઈએ.

લકી સાઇન - કપ હોલ્ડર

Published by:Rahul Vegda

First published:



Source link

Leave a Comment