speaks-horoscope-today-23th-november-rashifal-zodiac-sign-prediction-gh-rv - કુંભ રાશિના જાતકોને થઇ શકે છે ગેરસમજણ, જાણો આજનું રાશિફળ – News18 Gujarati


મેષ (Aries)- 21 માર્ચથી 19 એપ્રિલ

કોઈ વ્યક્તિ દિલથી તમારા વખાણ કરી શકે છે. આજે તમારી ઊર્જા સાચા અર્થે સકારાત્મક સાબિત થઈ શકે છે. દરરોજ સમયનું મેનેજમેન્ટ થાય તેવી કોશિશ કરો. ઓફિસમાં કમ્યુનિકેશન થઈ શકે તેવી કોશિશ કરો.

લકી સાઈન- લાલ ગુલાબની પાંખડીઓ

વૃષભ (Taurus)- 20 એપ્રિલથી 20 મે

તમને તમારા લાઈફ પાર્ટનર તરફથી કોઈપણ શરત વગર સહયોગ મળી શકે છે. આરોગ્ય સંબંધિત નાની મોટી પરેશાનીઓ થઈ શકે છે. ઓફિસમાં કોઈપણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવાની કોશિશ કરો. બેન્કના કામ અને નવા રોકાણ બાબતે સાવધાન રહો.

લકી સાઈન- તજ

મિથુન (Gemini)- 21 મેથી 21 જૂન

તમારા મનમાં કોઈપણ પ્રકારનો ભય ન રાખશો. આજના દિવસે તમે સફળતા મેળવી શકો છો અને ભવિષ્ય માટે ખૂબ જ સારી બનાવી શકો છો. આજે તમને તમારા અંગત મિત્રથી જેલસી થઈ શકે છે. તમને જે યોજનાઓ ગમે છે, તે યોજનાઓ અંગે ખુલાસો ન કરશો. તમારે તમારી ખાવા પીવાની આદતોને મેનેજ કરવી જોઈએ.

લકી સાઈન- મરી

કર્ક (Cancer)- 22 જૂનથી 22 જુલાઈ

તમને તમારા વિચારો રજૂ કરવાની તક પ્રાપ્ત થશે. વિદેશથી કોઈ વ્યક્તિ તમારી કોશિશનો સ્વીકાર કરી શકે છે અને તેની સરાહના કરી શકો છે. તમે જેને સરપ્રાઈઝ આપવાની યોજના બનાવી રહ્યા છો, તમે તે વ્યક્તિને ખૂબ જ સારી રીતે સરપ્રાઈઝ આપી શકશો.

લકી સાઈન- રિવોલ્વિંગ ડિસ્ક

સિંહ (Leo)- 23 જુલાઈથી 23 ઓગસ્ટ

પ્રકૃત્તિની વચ્ચે જઈને અથવા પુસ્તકો વાંચીને તમે રિલેક્સ રહી શકો છો. કામ ઓછું રહેવા છતાં આજે આખો દિવસ બિઝી રહેશો. જે કામ હજુ સુધી અટકેલા છે, તમે તે કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. પાર્ટ ટાઈમ જોબ અંગે ફરીથી કામ કરવું પડી શકે છે.

લકી સાઈન- સોનાની ફૂલદાની

કન્યા (Virgo)- 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

આજનો દિવસ ખૂબ જ બિઝી રહી શકે છે અને દિવસના અંતે આજે તમે સારા સમાચાર આપી શકો છો. તમારે તમારી ટીમ સાથે કમ્યુનિકેશન કરવું ખૂબ જ જરૂરી છે. તમારું લાઈફ પાર્ટનર ઘરની બાબતો ખૂબ જ સારી રીતે મેનેજ કરવામાં મદદગાર સાબિત થશે.

લકી સાઈન- નિયોન સાઈન

તુલા (Libra)- 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

જો તમારી યોજનાઓ સફળતાપૂર્વક પરિપૂર્ણ ન થાય તો કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, તમને થોડા સપ્તાહમાં જ સફળતા મળી જશે. નિરાશાના સમયમાં તમારે ખાસ ઉપાય અજમાવવા જોઈએ. તમે તમારા પૂર્વ પ્રેમીની રાહ જોઈ રહ્યા છો અને તે પરત આવી શકે છે.

લકી સાઈન- પીળો મણિ

વૃશ્વિક (Scorpio)- 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

નિ:સ્વાર્થ ભાવે કોઈની મદદ કર્યા બાદ તમને ખૂબ જ સારું લાગી શકે છે. નાની નાની બાબતોને રબરની જેમ ખેંચવી તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓ પાસે વાસ્તવિક જીવન જીવવાનો અનુભવ અને વધુ એક દિવસનો સમય હોઈ શકે છે.

લકી સાઈન- માઈલસ્ટોન

ધન (Sagittarius)- 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

તમારી આસપાસ રહેતા લોકો તમારા દ્રષ્ટિકોણને સ્પષ્ટરૂપે સમજવા લાગશે. ટેક ઈન્ડસ્ટ્રીના લોકોને સફળતા મળશે અને આગામી સમય માટે તક પણ પ્રાપ્ત થશે. સરળ ઉપાય આજે કામ આવી શકે છો. ડોકટરોએ પોતાના રેકોર્ડ યોગ્યરૂપે રાખવા જોઈએ.

લકી સાઈન- જૂતા

મકર (Capricorn)- 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

તમારી વૃત્તિ તમને કોઈ મહત્ત્વપૂર્ણ બાબત તરફ લઈ જવાની કોશિશ કરશે. તમારે બાબતે ધ્યાન આપવાની અને યોગ્ય રીતે સાંભળવાની જરૂર છે. કોઈ મિત્ર તમને કોલ કરી શકે છે અને તમારી સાથે દિલથી વાત કરી શકે છે. તમને કોઈ એવા સમાચાર મળી શકે છે, જે તમે તમારા પાડોશીને જણાવી શકો છો.

લકી સાઈન- નીલગિરીનું ઝાડ

કુંભ (Aquarius)- 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

એક નાની અમથી ખોટી બાબતને કારણે ભવિષ્યમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. અમુક બાબતો અંગે તમારે સ્પષ્ટતા કરવી જરૂરી છે. તમારો પાર્ટનર તમારા પ્રત્યે પઝેસિવ હોઈ શકે છે. બપોરના સમયે ચિડીયાપણું મહેસૂસ થઈ શકે છે. તમારા વડીલને તમારી મદદની જરૂરિયાત છે.

લકી સાઈન- ગ્રે કોટ

મીન (Pisces)- 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ

ઊભી થયેલ એક મોટી ગેરસમજણ દૂર થઈ જશે. તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો, આ કારણોસર આ બાબત ચિંતાનું કારણ બની શકે છે. પરિવાર સાથે બહાર ફરવાનો પ્લાન બની શકે છે. તમારા માતા પિતા ટ્રાવેલ કરવાની યોજના બનાવી શકે છે.

First published:



Source link

Leave a Comment