Table of Contents
મેષ : 21 માર્ચ-19 એપ્રિલ
તમારા માટે કેટલીકવાર વસ્તુઓને જતી કરવી મોટો પડકાર બની રહે છે. બિઝનેસમાં હવે એક નવી ભાગીદારીની સંભાવના ઉભી થઈ રહી છે. અન્ય લોકો તમને સરળાથી સમજી રહ્યાં છે તેથી તમે હવે સ્પર્ધાત્મક બનવાથી દૂર ભાગી રહ્યાં છો.
લકી સાઇન - એક તળાવ
વૃષભ : 20 એપ્રિલ-20 મે
કાર્યસ્થળે થતી ચૂક હવે સહન કરવામાં નહિ આવે કારણ કે તમને અગાઉ સિનિયરો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આગામી સમયમાં કામ સંબંધિત પડકારો માટે તૈયારી થવાની જરૂર છે. જો આ ચેતવણીને અવગણશો તો સ્વાસ્થ્ય સબંધિત નાની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
લકી સાઇન - મધમાખી
મિથુન : 21 મે - 21 જૂન
તમે કદાચ વધુ પ્રયત્ન કર્યા હશે પણ તમે ખરેખર જે અનુભવો છો, તે તમારે વ્યક્ત કરવું જોઈએ. તમારા નકારાત્મક વિચારો અને વાતચીતને સભાનપણે કાબૂમાં રાખવા જરૂરી છે. કોઈ સહકર્મી જાહેરમાં તમારી ઈમેજને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે.
લકી સાઇન – એક બ્રોન્ઝ વૉલેટ
કર્ક : 22 જૂન-22 જુલાઈ
તમને મળતા અન્ય લોકોને પોઝિટિવ વાઇબ મળશે. તમારે પાછા વળીને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે. તમે જેમના પર વિશ્વાસ મુકો છો, તેમની ફેરચકાસણીની જરૂર છે અથવા તેમની સાથે નિયમિતપણે વાત કરવાની જરૂર છે.
લકી સાઈન –ટમ્બલર
સિંહ : 23 જુલાઈ- 22 ઓગસ્ટ
સૌહાર્દપૂર્ણ વલણ, થોડી ટીમ ભાવના અને શીખવાની યોગ્યતા, આતુરતા સાથે તમારી જાતને સુધારો. ઘરમાં તમારા એટીટ્યુડને કારણે તમારી ટીકા થઈ રહી છે. કેશફ્લોને નજીકથી જોવાની જરૂર છે.
લકી સાઇન – વોકિંગ સ્ટીક/ચાલવા માટેની ટેકાની લાકડી
કન્યા : 23 ઓગસ્ટ-22 સપ્ટેમ્બર
કેટલીકવાર બે લોકો મળે ત્યારે સ્પાર્ક પણ થતો હોય છે, એટલે કે અમુક કિસ્સામાં ઘર્ષણ અને અમુક કિસ્સામાં કઈંક નવું જ સકારાત્મક ઉપજાવી કાઢે. કોઈ ખાસ-વિશેષ વ્યક્તિને તમે બિનઆયોજિત રીતે મળો તેવી શક્યતા છે. નજીકના સમયમાં ટૂંકી સફર થઈ શકે છે, જે કાયમ માટેની યાદ-છાપ છોડી જશે.
લકી સાઇન - બ્લેક ક્રિસ્ટલ
તુલા : 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર
જો તમે અત્યારે અમુક બાબતો વિશે ચોક્કસ ન હોવ, તો તેને હમણાં માટે મુલતવી રાખો. તમારો પરિવાર તમારી સાથે થોડો સમય જ માંગી રહ્યો છે, પસાર કરજો. કોઈ નવો પ્રોજેક્ટ અથવા એસાઈનમેન્ટ તમને થોડા દિવસો માટે વ્યસ્ત રાખશે.
લકી સાઇન – સાગનું ફર્નિચર
વૃશ્ચિક : 24 ઓક્ટોબર - 21 નવેમ્બર
લાંબા સમયથી બાકી રહેલ કામ પાર પડશે, સફળતા-નામના મળવાના સંકેત. એક ગેટ ટૂ ગેધર નજીક છે અને તે તમને રિફ્રેશ કરી જશે. હાલ બચત કરો, પછીથી ખર્ચ કરજો.
લકી સાઇન – બામ્બુનો છોડ
ધન : 22 નવેમ્બર - 21 ડિસેમ્બર
સમસ્યાનું સમાધાન શોધતા હોવ, ત્યારે ગુસ્સે થવાથી ક્યારેય કોઈ પણ વસ્તુનો ઉકેલ આવતો નથી. ગુસ્સાને હરહંમેશ કાબૂમાં રાખવો હિતાવહ. જુગાર જેવી જોખમી બાબતોમાં સામેલ થવાનું ટાળો. નવા વાહનની ખરીદીના અણસાર છે.
લકી સાઇન - એક સ્પષ્ટ ક્વાર્ટઝ
મકર : 22 ડિસેમ્બર - 19 જાન્યુઆરી
પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય એકાએક ચિંતાજનક બનવાની આશંકા. થોડા સમય માટે નાણાંકીય તણાવ રહી શકે છે. કોઈની થોડી મદદ અથવા ઉધાર-લોન તમને કોઈપણ અણધાર્યા સંકટનો સામનો કરવામાં મદદ કરી શકે છે. તમારા જીવનસાથી સાથેની ચર્ચા-વિચારણા મદદરૂપ થઈ શકે છે.
લકી સાઇન – Climber Plant
કુંભ : 20 જાન્યુઆરી-18 ફેબ્રુઆરી
તમારી આશા પ્રમાણે અમુક વખતે તમારી સાથે વ્યવહાર ન પણ થાય. ટૂંકી મુસાફરી નજીકના સમયમાં જ જોવાઈ રહી છે અને તમે તમારા ઘરની બહાર થોડો સમય પસાર કરી શકો છો. જોકે આ મુસાફરી તમારા સ્ટ્રેસને દૂર કરી જશે.
લકી સાઇન - વાદળી નીલમ
મીન : 19 ફેબ્રુઆરી - 20 માર્ચ
બાકી રાખેલ અમુક પ્રવૃત્તિઓ-કામો સાથે આજનો દિવસ ભરચક રહેશે. તણાવ નહીંહોય. ઘરેલું મોરચે પણ તમને ઘણી મદદ મળી રહી છે. આ સમયગાળામાં નવા રોકાણની ભલામણ કરવામાં આવે છે.
લકી સાઇન - મોરનું પીંછા
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર