Table of Contents
મેષ (21 માર્ચ – 19 એપ્રિલ)
જો તમે કોઇના દ્વારા તણાવ અનુભવી રહ્યા છો, તો હવે તમે તમારી જાતને યોગ્ય પ્રતિસાદ આપવા અને સ્ટ્રેટેજી ઘડવા માટે તૈયાર કરી શકો છો. કંઇક વસ્તુની ધીમી શરૂઆત કોઇ સારી બાબતમાં ફેરવાઇ શકે છે. ટ્રાવેલ પ્લાન્સને હાલ પૂરતા મૂલતવી રાખવા પડી શકે છે.
લકી સાઇન – સીડ
વૃશ્વિક (20 એપ્રિલ – 20 મે)
કામચલાઉ સંબંધો હવે પૂર્ણ થઇ શકે છે. હવે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો સમય આવી ગયો છે. તમારી દરેક બાબતો અને ભારને હવે પાછળ છોડીને ભવિષ્ય પર તેની અસર ન પડવા દેશો. તમારે કોઇ ટ્રાવેલ પ્લાન બની શકે છે.
લકી સાઇન – સફેદ ફૂલ
મિથુન (21 મે – 21 જૂન)
સિનિયર મેનેજમેન્ટમાં કોઇ સાથે સિરિયસ વાતચીત કરવાથી તમને ઘણી રાહત અને દિશા મળી શકે છે. તમે અમુક એવી વાતોને અવગણી રહ્યા છો, જે તમારી પ્રોફેશનલ લાઇફને અસર કરી રહી છે. બેદરકારીભર્યુ વર્તન તમારું રૂટિન ખરાબ કરી શકે છે.
લકી સાઇન – મેઘધનુષ
કર્ક (22 જૂન – 22 જુલાઇ)
મુશ્કેલ અને પડકારજનક સમયમાં પણ આત્મવિશ્વાસ જાળવી રાખવાથી તમને નવી દિશા મળી શકે છે. કોઇ રોમેન્ટિક પ્રપોઝલ તમને અચંબિત કરી શકે છે. ભવિષ્ય માટે કોઈપણ રેન્ડમ નિર્ણયો લેવા અંગે સાવચેતી રાખવી.
લકી સાઇન – સોલીટેર
સિંહ (23 જુલાઇ – 22 ઓગસ્ટ)
જો તમે કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા કે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો પરીણામ તમારી તરફેણમાં આવશે. તમે જે નર્વસનેસ અનુભવી રહ્યા હતા તે હવે દૂર થઇ શકે છે. બહારનું ભોજન લેવાનું ટાળશો.
લકી સાઇન – ફ્લાસ્ક
કન્યા (23 ઓગસ્ટ – 22 સપ્ટેમ્બર)
આગામી સપ્તાહ માટે તમારી પાસે સારું પ્લાનિંગ હોઇ શકે છે અને કોઇ આગામી મોટી ઇવેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા હશો. આ બધું એક સાથે મોટા પાયે આવી શકે છે. તમારા અનુભવના ક્ષેત્રમાં કોઇ મોટી તક આવી શકે છે.
લકી સાઇન – કાઇટ
તુલા (23 સપ્ટેમ્બર – 23 ઓક્ટોબર)
ઘણી વખત લોકો વચનો આપે છે પરંતુ તેને નિભાવતા નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે તેને તે માટે જજ કરો. તને ફ્લેક્સિબલી હેન્ડલ કરો. જો તમારા આયોજન અનુસાર વસ્તુઓ નથી થઇ રહી તો તમે કોઇ અલગ રીત અપનાવી શકો છો. રોકડ પ્રવાહ આવી શકે છે.
લકી સાઇન – ટુર્માલાઇન
વૃશ્વિક (24 ઓક્ટોબર – 21 નવેમ્બર)
જો તમે સ્ટાર્ટ અપ સાથે સંકળાયેલા છે તો શક્યતા છે કે તમે જરૂરી બિઝનેસ માટે જરૂરી ફાઇનાન્સ મેનેજ કરી શકશો. કાર્ડ્સ પર અમુક ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ છે. કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે જે જૂની ગમગીન યાદોને જીવંત કરી શકે છે.
લકી સાઇન – સી શેલ
ધન (22 નવેમ્બર – 21 ડિસેમ્બર)
તમને તમારા કોઇ અંગત અથવા તો પરીવાર દ્વારા સરપ્રાઇઝ મળી શકે છે. લગ્ન સંબંધિત પ્રસ્તાવ મળી શકે છે અને ઉનાળા સુધીમાં તમે લગ્નબંધનમાં બંધાઇ શકો છો. કોઇ પણ દિવસ માટે તમારો પ્રેફરન્સ હંમેશા એલિગન્ટ રહેવાનો હોવો જોઇએ.
લકી સાઇન – કીવી ફ્રૂટ
મકર (22 ડિસેમ્બર – 19 જાન્યુઆરી)
કોઇ નવા બિઝનેસ માટે અથવા તો પાર્ટનરશીપ માટે તમને જૂના મિત્રો રાજી કરી શકે છે. શક્યતા છે કે કોઇ રોડ ટ્રિપ પર આવું બની શકે. સરકારી અધિકારીઓએ થોડો કપરો સમય ભોગવવો પડી શકે છે અને વિદ્યાર્થીઓએ થોડી વધારે મહેનત કરવી પડી શકે છે.
લકી સાઇન – ક્લિઅર ક્વાર્ટ્ઝ
કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)
તમારે અમુક વિવાદો સામે લડવું પડી શકે છે. લોકો સાથેની તમારી દ્રષ્ટિ પણ સકારાત્મક પરિવર્તનમાંથી પસાર થઈ શકે છે. પરિવાર તરફથી પૂરતો સહયોગ મળી શકે છે. તમારે વધુ પડતા ખર્ચની તમારી ટેવને નિયંત્રિત કરવી પડી શકે છે અને હવે બચત શરૂ કરવી પડી શકે છે.
લકી સાઇન – લીલીઝ
મીન (19 ફેબ્રુઆરી – 20 માર્ચ)
તમને હાલમાં જે બાબતો અસર કરી રહી છે તેના ઉકેલ માટે તમારે અમુક વસ્તુઓને ફરીથી મુલ્યાંકનમાં લેવી પડી શકે છે. તમારી ઓફિસમાંથી કોઇ સિનિયર વ્યક્તિ તમને મદદરૂપ થાય તેવી સલાહ આપી શકે છે. દરેક બાબત વિશે બધાની સામે ખુલાસો કરશો નહીં.
લકી સાઇન – રોક
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર