Table of Contents
ગાયે કૂદકો માર્યો
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ઢોર પકડ પાર્ટીની સાત જેટલી ટીમ ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે ઢોર પકડવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. હકીકતમાં ગાય ઢોર પકડ પાર્ટીથી ડરીને મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.
પાછી ન ફરી શકતો ભૂસકો માર્યો
બીજી તરફ ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને ડરે ગયેલી ગાયે પહેલા માળેથી ભૂસકો માર્યો હતો. હકીકતમાં ગાયને પરત ફરવા માટે કોઈ જગ્યા મળી ન હતી. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં ગાયને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મંગળવારે આ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઢોર પકડ પાર્ટીની ટીમ પર હુમલો થયો હતો. આ દરમિયાન એક કર્મીને ઈજા પહોંચી હતી. જેના બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ આ વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.
અમદાવાદ: ઢોર પકડ પાર્ટીથી ડરી ગાય પહેલા માળે ચઢી, પછી નીચે કૂદી #Ahmedabad #StrayCattle pic.twitter.com/BXfxzm0fpu
— News18Gujarati (@News18Guj) September 23, 2022
વીડિયો આવ્યો સામે
ગાયે કૂદકો માર્યો હોવાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક ગાય મકાનના પહેલા માળે ગેલેરીમાં પહોંચી ગઈ છે. બીજી તરફ ઢોર પકડ પાર્ટીનો વ્યક્તિ સીડી પરથી ઉપર આવે છે. ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને જ ગાય અચાનક ભડકે છે અને ગેલેરીમાંથી નીચે કૂદે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Stray Cattle, અમદાવાદ, ગુનો, પોલીસ