“સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિ. સ્ટુડન્ટસ” યોજના હેઠળ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022 માં લેવાયેલી ધોરણ- 12ની વાર્ષિક પરીક્ષામાં સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ કરેલ હોય તથા જેના વાલીની વાર્ષિક આવક રૂ. 4,50,000/- સુધી હોય, તેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકશે. વર્ષ 2018 થી 2021 સુધીમાં જે વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિની યોજના હેઠળ લાભ મેળવેલ છે, તેમજ વર્ષ 2022માં રિન્યુઅલ શિષ્યવૃત્તિ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તેઓએ National e- scholarship Portal www.scholarships.gov.in ની વેબસાઇટ પર રિન્યૂઅલ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે.
આ તમામ વિદ્યાર્થીઓ તા. 31/10/2022 સુધીમાં ફક્ત ઓનલાઇન પદ્ધતિથી અરજી કરી શકશે. આ શિષ્યવૃત્તિ DBT (Direct Benefit Transfer) હેઠળ મળવાપાત્ર હોઇ, તેઓનું બેંક એકાઉન્ટ રાષ્ટ્રીયકૃત બેન્કમાં ખોલાવવાનું રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ વિદ્યાર્થીએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જે તે સંસ્થા કે કોલેજમાં વેરીફિકેશન કરાવવું ફરજિયાત છે. તેમજ સંસ્થા કે કોલેજ દ્વારા પણ વિદ્યાર્થીનું ઓનલાઇન વેરીફિકેશન નિયત સમયમર્યાદામાં થાય તે સુનિશ્વિત કરવાનું રહે છે. આ શિષ્યવૃત્તિના અરજી ફોર્મ કે કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ કચેરીમાં જમા કરાવવાના રહેતા નથી. આ શિષ્યવૃત્તિમાં કરવામાં આવેલ જોગવાઇ મુજબ વિદ્યાર્થી કોઇ એક જ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઇ શકશે. જો કોઇ વિધાર્થી અન્ય શિષ્યવૃત્તિનો લાભ મેળવતા હોવાની જાણ થશે તો આ શિષ્યવૃત્તિમાંથી Reject કરવામાં આવશે. ફેશ વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમિશન થયા બાદ તેમજ રિન્યુઅલ વિધાર્થીઓએ તેઓનું પરિણામ જાહેર થયા બાદ જ ઓનલાઇન અરજી કરવી.
આ માટે હેલ્પ લાઈન નં. 079 232 54022 (કચેરી સમય દરમિયાન) પણ જાહેર કરવામાં આવ્યો છે. શિષ્યવૃત્તિ માટેની વધુ માહિતી National e-scholarshipPortal www.scholarshipsgov.in ની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. ઓનલાઇન ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય તો, scholarshipche10@gmail.com પર Mail કરી શકાય છે.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર