Surat Construction sight, 2 people died


સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવ નિર્માણની બિલ્ડિંગમાં દુર્ઘટના સર્જાઈ છે. ત્યાં કામ કરી રહેલા બે કારીગરો 14મા માળેથી પટકાતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. પોલીસે આ મામલે બિલ્ડર સહિત સાઇટ સુપરવાઇઝર, કંપનીના માલિક સહિત 6 લોકો સામે માનવવધનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી

મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી રોડ પર નવ નિર્માણમાં કામ કરતા બે શ્રમિકોના કરુણ મોત થયા હતા. પેલેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં કામ કરતા હતા. ત્યારે અચાનક 14મા માળેથી પટકાતા આકાશ અને નિલેશ નામના બે વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરી સાઇટ સુપરવાઇઝર, કંપનીના માલિક સહિત છ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ બંગલામાં ચોરી કરવા આવેલો ચોર ત્રીજા માળેથી પટકાતાં મોત

લોકોમાં રોષ ફેલાયો

ઉલ્લેખનીય છે કે, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પોલીસ અચાનક સફાળી જાગી ગઈ છે અને જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Surat Crime, Surat crime news, Surat news



Source link

Leave a Comment