ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ એક અઠવાડિયું બાકી છે, ત્યારે સુરતમાં એક કારમાંથી લાખોની રોકડ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણી સમયે રોકડ કે દારૂની ઘૂસણખોરી પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.