Surat tempo accident mother kids death


સુરત: શહેરમાં ફરીથી ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. ઉધનામાં માતા બે બાળકોને સ્કૂલેથી ઘરે લઇ જતી હતી. તે દરમિયાન આ ગોઝારા અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ આવતા ટેમ્પોએ માતા સહિત બે માસૂમ બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બે બાળકોનાં મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, માતા બે બાળકોને શાળાએથી ઘરે લઇ જતી હતી. તે દરમિયાન આ લોકો ઓટો રિક્ષાની રાહ જોતા હતા. ત્યારે ટેમ્પો ચાલકે માતા અને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બંને બાળકોનાં કરૂણ મોત નીપજ્યા છે. જ્યારે માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી.

આ અકસ્માત બાદ આસપાસનાં લોકો ભેગા થઇ ગયા હતા. આ અક્સમાતની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં બાળકોનાં મોત થતા લોકોમાં રોષનો માહોલ છવાયો છે.

સુરતનાં અન્ય સમાચાર

ગુજરાત ચૂંટણી પહેલા સુરતમાં કારમાંથી 75 લાખની રોકડ રકમ મળતા ચકચાર મચી જવા પામી છે. આ રૂપિયાનું કનેક્શન કોંગ્રેસ સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આ કેસમાં મોટો ખુલાસો પણ સામે આવ્યો છે. જ્યાં કારમાંથી લાખોની રોકડ ઝડપાઇ ત્યારે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ તપાસવામાં આવ્યાં હતા. જે સીસીટીવી કેમેરામાં કોંગ્રેસના નેતા બી.એમ. સંદીપ ભાગતા નજરે પડી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રોકડ સાથે જે કાર ઝડપાઇ તેમાંથી પણ બી.એમ સંદીપનું આધારકાર્ડ જપ્ત કરવામાં આવ્યું હતું.

સીસીટીવી કેમેરામાં કેદ

આ સીસીટીવી કેમેરામાં દેખાઇ રહ્યું છે કે, એક વ્યક્તિ ભાગી રહ્યા છે. તેમને જોતા અનુમાન લગાવાવમાં આવી રહ્યું છે કે, તે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક બી.એમ સંદીપ છે. જો આ વાત સાચી પડી તો ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટો હડકંપ મચી શકે છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Accidents, ગુજરાત, સુરત



Source link

Leave a Comment