Table of Contents
સૂર્યદેવનો દિવ્ય શક્તિ મંત્ર
સૂર્ય ભગવાનના રોજ દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર સૂર્યદેવની કૃપા મેળવવા માટે સૂર્યોદય સમયે તેમને નિયમિતપણે લોટો જળ અર્પિત કરવું જોઈએ. તમે જે લોટાનો ઉપયોગ કરો છો તે ત્રામ્બાનો હોય તો વધુ સારું. તેની સાથે સૂર્ય ભગવાનના નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય વ્યક્તિના જીવનમાં સફળતાના દ્વાર ખોલે છે. જીવનમાં કીર્તિ અને સન્માનમાં વધારો થાય.
એહિ સૂર્ય! સહસ્ત્રાંશો! તેજો રાશે! જગત્પતે!
અનુકમ્પ્યમ માં ભક્ત્યા ગૃહાણાર્ધ્ય દીવાકર!
આ પણ વાંચો: Navratri: નવરાત્રી કરવું હોય સાર્થક, તો આ ઉંમરની કન્યાઓનું કરો પૂજન
ભગવાન સૂર્યના 12 નામો
પૂજા દરમ્યાન તમારે ભગવાન સૂર્યના 12 નામોનો ખાસ ઉચ્ચારણ કરવો જોઈએ. જે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેનું ઉચ્ચારણ સૂર્યને અર્ઘય દેતા સમયે કરવાનું હોય છે. જે નીચે મુજબ છે.
- ૐ મિત્રાય નમઃ
- ૐ રવયે નમઃ
- ૐ સૂર્યાય નમઃ
- ૐ ભાનવે નમઃ
- ૐ ખગાય નમઃ
- ૐ પુષ્ણે નમઃ
- ૐ હિરણ્યગર્ભાય નમઃ
- ૐ મરિચે નમઃ
- ૐ આદિત્યાય નમઃ
- ૐ સવિત્રે નમઃ
- ૐ અર્રકાય નમઃ
- ૐ ભાસ્કરાય નમઃ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Devotional, Mantra, Pooja, Surya Dev