Surya Pooja: ભગવાન સૂર્યની પૂજા વખતે આ સ્લોકનું ઉચ્ચારણ ભાગ્યના દરવાજા ખોલશે


Surya Pooja Mantra: જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન સૂર્ય ભગવાનને તમામ ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્ય ગ્રહ ખ્યાતિ, શક્તિ અને કીર્તિનું પ્રતીક છે. સૂર્યદેવની નિયમિત ઉપાસના કરવાથી જીવનમાં ભાગ્યોદયની સાથે પ્રગતિ પણ થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ દોષ હોય તો તેણે દરરોજ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરતી વખતે વિશેષ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તમામ પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પંડિત ઈન્દ્રમણિ ઘનશ્યાલ જણાવે છે કે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે. સૂર્ય મંત્રનો જાપ સૌથી વધુ ફાયદાકારક છે.

સૂર્યદેવનો દિવ્ય શક્તિ મંત્ર

સૂર્ય ભગવાનના રોજ દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શાસ્ત્રો અનુસાર સૂર્યદેવની કૃપા મેળવવા માટે સૂર્યોદય સમયે તેમને નિયમિતપણે લોટો જળ અર્પિત કરવું જોઈએ. તમે જે લોટાનો ઉપયોગ કરો છો તે ત્રામ્બાનો હોય તો વધુ સારું. તેની સાથે સૂર્ય ભગવાનના નીચેના મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય વ્યક્તિના જીવનમાં સફળતાના દ્વાર ખોલે છે. જીવનમાં કીર્તિ અને સન્માનમાં વધારો થાય.

એહિ સૂર્ય! સહસ્ત્રાંશો! તેજો રાશે! જગત્પતે!

અનુકમ્પ્યમ માં ભક્ત્યા ગૃહાણાર્ધ્ય દીવાકર!

આ પણ વાંચો: Navratri: નવરાત્રી કરવું હોય સાર્થક, તો આ ઉંમરની કન્યાઓનું કરો પૂજન

ભગવાન સૂર્યના 12 નામો

પૂજા દરમ્યાન તમારે ભગવાન સૂર્યના 12 નામોનો ખાસ ઉચ્ચારણ કરવો જોઈએ. જે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેનું ઉચ્ચારણ સૂર્યને અર્ઘય દેતા સમયે કરવાનું હોય છે. જે નીચે મુજબ છે.

  1. ૐ મિત્રાય નમઃ
  2. ૐ રવયે નમઃ
  3. ૐ સૂર્યાય નમઃ
  4. ૐ ભાનવે નમઃ
  5. ૐ ખગાય નમઃ
  6. ૐ પુષ્ણે નમઃ
  7. ૐ હિરણ્યગર્ભાય નમઃ
  8. ૐ મરિચે નમઃ
  9. ૐ આદિત્યાય નમઃ
  10. ૐ સવિત્રે નમઃ
  11. ૐ અર્રકાય નમઃ
  12. ૐ ભાસ્કરાય નમઃ

Published by:Darshit Gangadia

First published:

Tags: Devotional, Mantra, Pooja, Surya Dev



Source link

Leave a Comment