Swaminarayan Sant speak for Hunumanji Rajkot viral video


રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વધુ એક વિવાદિત વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અક્ષર મુનિ સ્વામી પોતાના સંબોધનમાં જણાવી રહ્યા છે કે, હનુમાનજીને ભગવાન તરીકે ન ઓળખાવી શકાય. હનુમાનજી ભગવાન રામના એક અનન્ય સેવક છે. તેમની સેવાના કારણે ભગવાન રામજીએ પોતાના સમાન તેમને સરખાવ્યા છે. હનુમાનજીને સૌનકાદી ઋષિઓ સમાન તેમને સંત ગણી શકાય. તેમણે બ્રહ્મચારી ગણી શકાય પરંતુ તેમને ભગવાન કદાપી ગણી શકાય નહીં. આમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ થતા સનાતનિઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભુજના કૃષ્ણ સ્વરૂપ સ્વામીનો પણ વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. એક કથા અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે, લઘુ શંકામાં બ્રહ્મા અને ઈન્દ્ર તણાયા હતા. તેમજ અગાઉ ભગવાન શિવનું પણ પ્રબોધ સ્વામી ગ્રુપના સંતોએ અપમાન કર્યું હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

બે દિવસ પૂર્વે ભાગવત કથાચાર્ય રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જે લોકો ભગવાન શિવનો મહિમા ન જાણે તેમના પ્રત્યે રાગ કે દ્વેષ રાખવો શું! હું તમામ લોકોને વિનંતી કરું છું કે, તેઓ મહેરબાની કરીને આ પ્રકારના વિવાદિત નિવેદનો આપવાનું ટાળે. પોતાના સંપ્રદાયને ગરિમા આપવા માટે અન્યના ધર્મને અન્યના આરાધ્યને હિન બતાવવાનો પ્રયાસ ન કરે.

અમદાવાદમાં સાત શ્રમિકોને કાળનો કોળિયો બનાવનાર કરુણાંતિકાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

જો એક વખત સાધુ સંતો વિફરયા તો પછી ખૂબ જ મોંઘું પડશે. શિવ જેવો કોઈ શ્રેષ્ઠ વૈષ્ણવ નથી અને વિષ્ણુ જેવો કોઈ શ્રેષ્ઠ શૈવ પંથી નથી. તેમજ જે કોઈ પણ સંપ્રદાયના જુના ચોપડાઓમાં સનાતન ધર્મને લગતું કંઈ પણ આડુ ઊંધું ચીતરવામાં આવ્યું હોય તો મહેરબાની કરી તે ચોપડાઓ ફાડી નાખો.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો, 59 દરવાજા ખોલવામાં આવ્યાં, સર્જાયા રમણીય દ્રશ્યો, જુઓ વીડિયો

હિન્દુ શાસ્ત્ર મુજબ, હનુમાનજી મહારાજને ભગવાન શિવનો 11 મો અવતાર બતાવવામાં આવ્યો છે. હનુમાનજી મહારાજ ભગવાન શિવનો અવતાર હોવાના કારણે તેમને રુદ્ર અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે શું આટલા સામાન્ય જ્ઞાનથી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામી અજ્ઞાત હશે કે, કેમ તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તેમજ જો આ પ્રકારના સામાન્ય જ્ઞાનથી પણ જો અક્ષર મુની સ્વામી અજ્ઞાત હોય તો ક્યાં આધારે તેઓ ધર્મને લગતી ટિકા ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: ગુજરાત, વડોદરા સમાચાર





Source link

Leave a Comment