ભારતીય ક્રિકેટ ટીમના ઓફિશિયલ કિટ પાર્ટનર એમપીએલ સ્પોર્ટ્સ દ્વારા મુંબઇમાં જર્સી લોન્ચ કરવામાં આવી છે. પાછલા વખતે ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જર્સી નેવી બ્લુ કલરની હતી. આ વખતે જર્સીનું કલર સ્કાઇ બ્લુ છે અને ખભા પર ડાર્ક બ્લુ કલર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને, હવે ટી20માં ભારતીય મહિલા ટીમની જર્સીનું કલર પણ એવું જ રહેશે. બીસીસીઆઇએ નવી જર્સીને લઇને ટ્વિટ કર્યું કે, આ દરેક ક્રિકેટ પ્રશંસક માટે, આ તમારી માટે છે. પ્રસ્તુત છે નવી ટી20 જર્સી- વન બ્લુ જર્સી.
To every cricket fan out there, this one’s for you.
Presenting the all new T20 Jersey - One Blue Jersey by @mpl_sport. #HarFanKiJersey#TeamIndia #MPLSports #CricketFandom pic.twitter.com/3VVro2TgTT— BCCI (@BCCI) September 18, 2022
આ પણ વાંચો: IND vs AUS: શમીના જવાથી ટીમ ઈન્ડિયાને કેટલું નુકસાન
નોંધનીય છે કે, ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન કંઇક ખાસ જોવા મળ્યું નહોતું અને ટીમ સેમીફાઇનલમાં પણ પહોંચી શકી નહોતી. ભારતે ઘણા વર્ષોથી કોઇ ખિતાબ મેળવ્યો નથી. આવામાં ભારતીય પ્રશંસકોને આશા છે કે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીતે. છેલ્લા વર્ષ 2013માં ટીમ ઇન્ડિયા આઇસીસી ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. તે સમયે ધોની કેપ્ટન હતો અને ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને હરાવીને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર કબ્જો કર્યો હતો.
ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર