‘Taarak Mehta’ ની સોનુએ સ્ટ્રગલના દિવસોને યાદ કરતા કહી ચોંકાવનારી વાત


તારક મહેતા કા ઉલ્ટા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં સોનુની ભૂમિકા નિભાવીને પલક સિધવાની ફેમસ થઈ ગઈ છે. લોકો તેણે તેના રિયલ નામથી નહીં પરંતુ સોનુનાં નામથી વધારે જાણે છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના મનસાની રહેવાસી છે પલક સિધવાની. તે વર્ષ 2016માં એક્ટિંગમાં પોતાની કરિયર બનાવવા માટે મુંબઈ પહોંચી ગઈ હતી. શરૂઆતમાં કામ વગર પલક માટે મુંબઈમાં રહેવું મુશ્કેલ હતું, કેમ કે તેને એક્ટિંગની ઓફર નહોતી મળી રહી. આવી સ્થિતિમાં તેણે નાનાં-મોટા કામ કરવાનું શરૂ કરી દીધું. એક ઈન્ટરવ્યુ દરમિયાન પલકે પોતાની અત્યાર સુધીની કરિયર, રિજેક્શન અને આર્થિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી.

આ પણ વાંચોઃ- TMKOC: પોપટલાલના ઘરે ગૂંજશે લગ્નની શરણાઈ, એક્ટરે પોતે કન્ફર્મ કર્યું, જુઓ વાયરલ વીડિયો

તેણે કહ્યું કે વર્ષ 2016માં જ્યારે મુંબઈ આવી હતી, ત્યારે મારો ખર્ચ ચલાવવા માટે મેં નાનું મોટું કામ કરવાનું શરૂ કરી દીધું. તેણે જણાવ્યું કે, શરૂઆતમાં કાસ્ટિંગનું કામ કર્યું, કેમ કે કોઈ ફિક્સડ ટાઈમ નહોતો કામ કરવા માટે. તે દરમિયાન પલકને કેટલાક લોકોએ સૂચવ્યું હતું કે તે કેમેરાની સામે સારી લાગે છે, આવી સ્થિતિમાં તેણે ઓડિશન આપવાનું શરૂ કરી દીધું. પોતાની કરિયરમાં પલક સિધવાનીએ ઘણા રિજેક્શનનો સામનો પણ કર્યો છે, જો કે તે હિંમત ન હારી. શરૂઆતમાં પલકે કેટલીક જાહેરાત કરી અને થોડા સમય પછી તેને તારક મહેતાની ટીમથી કોલ આવ્યો. આ રીતે વર્ષ 2019માં તેણે પોતાનો પહેલો શો મળી ગયો.

પલકને શરૂઆતમાં પૈસાની તંગની સામનો કરવો પડ્યો

પલકે એ પણ જણાવ્યું કે, જ્યારે તે મુંબઈ આવી હતી તે દરમિયાન વિચારી રહી હતી કે તે કેવી રીતે આ શહેરમાં રહી શકશે. પલકે કહ્યું કે, મને હજી યાદ છે કે જ્યારે પહેલી વખત મુંબઈ આવી હતી તો રેલવે સ્ટેશનના પુલ પર ઊભી હતી અને ઝડપથી ટ્રેન આવતી હતી અને લોકો જોઈ રહ્યા હતા. માત્ર એટલું જ વિચારી રહી હતી કે આખરે આ શહેરમાં લોકો કેવી રીતે રહે છે, કેમ કે હું જ્યાંથી આવું છું ત્યાંની લાઈફ સ્લો છે. પલકે આગળ જણાવ્યું કે શરૂઆતમાં ઘણો ડર લાગતો હતો, પરંતુ તેના ભાઈએ સમજાવ્યું કે ધીરજ રાખ, ધીમે ધીમે બધું સારું થઈ જશે. પલકે કહ્યું કે જ્યારે તે શરૂઆતના દિવસમાં મુંબઈ આવી હતી તો પૈસાની સમસ્યા હતી. આવી સ્થિતિમાં મિત્રો પાસેથી પૈસા લઈને કામ ચલાવવું પડ્યું હતું.

Published by:Priyanka Panchal

First published:

Tags: Taarak Mehta Ka Ooltah Chashmah



Source link

Leave a Comment