ફિલ્મના ફર્સ્ટ લુકમાં, એક ડરેલી તાપસી કેમેરાની તરફ જોઈ રહી છે, જોકે એક બીજી તાપસી ડરામણા લુકમાં જોવા મળી રહી છે. તેના ચહેરો જાણે ઝાંખો થવા લાગે છે, આમ તો તાપસીની આંખોની રોશની જતી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. તાપસીએ મોશન પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે, “જે દેખાય છે, તેનાથી હંમેશા કંઈક વધારે હોય છે! ‘બ્લર’નું પ્રીમિયર 9 ડિસેમ્બરે ઝી5 પર થશે.”
આ પણ વાંચોઃ સારા અલી ખાનના સુપર બોલ્ડ અંદાજથી ફેન્સ થયા ઘાયલ, થાઈ હાઈ સ્લિટમાં બની ‘Ladybugs’
‘બ્લર’ની સ્ટોરી એક મહિલાની આસપાસ બનાવવામાં આવેલી છે અને તેના સંઘર્ષોને બતાવવામાં આવી રહ્યા છે કે, કેવી રીતે તે પોતાની તકલીફોનો સામનો કરે છે. આ ફિલ્મ તાપસીના પાત્ર ગાયત્રીની વિશે છે, જે પોતાની જુડવા બહેનની મોતની તપાસ કરવાનો પ્રયત્ન કરતા ધીરે-ધીરે પોતાની દ્રષ્ટિ ખોવા લાગે છે.
આ પણ વાંચોઃ આલેલે..ઊંધુ જેકેટ પહેરીને શનાયા કપૂરે કરાવ્યુ સુપર બોલ્ડ ફોટોશૂટ, આ તસવીરો જોઇને ઠંડી ઉડી જશે
અજય બહલ દ્વારા ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું પ્રિમીયર હિન્દીમાં ઝી5 (ZEE)પર થશે અને આ ફિલ્મમાં ગુલશન દેવૈયા પણ હશે. ‘બ્લર’ને અજય બહલ અને પવન સોનીએ લખી છે. ફિલ્મ વિશે વાત કરતા, તાપસીએ એક નિવેદનમાં કહ્યુ હતું કે, ‘આંખો પર પાટો બાંધીને લગભગ અડધી ફિલ્મ શૂટ કર્યા બાદ ઘણી બધી યાદો અને અસલ ઈજા ઘરે પાછી લઈ જઈ રહી છું, જેણે મને સ્પષ્ટ દ્રષ્ટિને વધારે મહત્વ આપવાનું શીખવ્યુ છે.’
તાપસી પાસે ‘બ્લર’ સિવાય રાજકુમાર હિરાનીની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’ પણ છે. ફિલ્મમાં તે શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023 રિલીઝ થવા માટે તૈયાર છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Tapsi pannu, મનોરંજન