એનએચએસઆરસીએલએ મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોરિડોર માટે ટનલ બોરિંગ મશીન અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને અંદાજે 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે ટેન્ડર મંગાવ્યા છે.
આ પણ વાંચોઃ જુઓ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક
Table of Contents
સમુદ્રમાં બનનારી પહેલી ટનલ
આ ટનલ મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા-કુર્લા કોમ્પલેક્ષ ભૂમિગત સ્ટેશન અને શિલફાટા વચ્ચે હશે. થાણે ક્રીકમાં સમુદ્ર નીચે 7 કિલોમીટર ટનલ દેશમાં પહેલીવાર બનનારી સમુદ્ર ટનલ હશે. એક જ ટનલમાં આવવા-જવા માટે ટ્રેક બનાવવામાં આવશે. પેકેજના ભાગરૂપે ટનલની આસપાસ 37 જગ્યાએ 39 ઉપકરણ રૂમ પણ બનાવવામાં આવશે.
આ ટનલ બનાવવા માટે 13.1 મીટર વ્યાસના કટર હેડવાળા ટીબીએમનો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે એમઆરટીએસ - મેટ્રો પ્રણાલીમાં ઉપયોગ કરનારી શહેરની ટનલોમાં 5થી 6 મીટર વ્યાસ કટર હેડનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ બુલેટ ટ્રેન ક્યારથી દોડતી થશે? શું કહ્યુ રેલવે મંત્રીએ
25-65 કિલોમીટર ઊંડાઈ હશે
ટનલની આસપાસ 16 કિલોમીટર ભાગને બનાવવા માટે ત્રણ ટનલ બોરિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે અને બાકીના 5 કિલોમીટર ન્યૂ ઓસ્ટ્રિયાઇ ટેનલિંગ વિધિથી બનાવવામાં આવશે. આ ટનલ જમીનના સ્તરથી અંદાજે 25થી 65 મીટર ઊંડું હશે અને સૌથી ઊંડું નિર્માણ બિંદુ શિલ્ફાટા પાસે પારસિક પર્વતથી 114 મીટર નીચે હશે.
બુલેટ ટ્રેન પર એક નજર
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર લાંબી ભારતની પહેલી હાઇસ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. તેનો 352 કિલોમીટરનો રસ્તો ગુજરાતના નવ જિલ્લા અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી પસાર થશે. પરિયોજના કાર્ય આ તમામ આઠ જિલ્લામાં શરૂ થઈ ગયું છે. આ કોરિડોરમાં 12 સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1.08 લાખ કરોડ રુપિયા ખર્ચાય તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે. બુલેટ ટ્પેનની સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની હશે અને તેની ડિઝાઇન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કરવામાં આવશે. મુંબઈથી બે કલાકમાં જ બુલેટ ટ્રેન અમદાવાદ પહોંચી જશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bullet train project, High speed Bullet train, Indian railways