ટર્મ ડિપોઝીટમાં સારું રીટર્ન (Return in Term Deposit) મળવાની સંપૂર્ણ સંભાવના છે. તમે આ સ્કીમમાં 1, 2, 3, અને 5 વર્ષ સુધીના અલગ અલગ સમયગાળા માટે રોકાણ કરી શકો છો. આ તમામ અવધિ પર અલગ અલગ વ્યાજદર (Interest rate in Term Deposit) મળે છે.
5 વર્ષમાં 1 લાખમાંથી થશે રૂ.1,39,407
પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજ દર 6.7 ટકા વાર્ષિક છે. એટલે કે જો કોઇ વ્યક્તિ 1 લાખ રૂપિયાના જમાથી 5 વર્ષ મેચ્યોરિટી પીરિયડવાળી ટર્મ ડિપોઝીટ ખોલે છે તો 6.7 ટકા વાર્ષિક વ્યાજદરના હિસાબે 5 વર્ષ બાદ આ પૈસા 1,39,407 રૂપિયા થઇ જશે. તો એક વર્ષ, બે વર્ષ અને 3 વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજ દર 5.5 ટકા વાર્ષિક છે. આ સ્કીમમાં રોકાણ કરવા માટે મિનિમમ ઉંમર 18 વર્ષ હોવી જરૂરી છે. પરંતુ 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોનું એકાઉન્ટ ગાર્ડિયનની દેખરેખમાં ખોલી શકાય છે. ઓછામાં ઓછામાં 1000 રૂપિયાના રોકાણ સાથે આ ખાતું ખોલાવવું પડશે. તેમાં મહત્તમ રોકાણની કોઇ લિમિટ નથી.
આ પણ વાંચો- Video: ઉત્તરાખંડમાં પાણીમાં તણાયો યુવક
પ્રીમેચ્યોર ક્લોઝિંગના નિયમ
પોસ્ટ ઓફિસની ટર્મ ડિપોઝીટ સ્કીમને 6 મહીના પૂર્ણ થયા બાદ પણ બંધ કરાવી શકો છો. 6 મહીનાથી 12 મહીના પૂર્ણ થવા સુધી ટર્મ ડિપોઝીટ સ્કીમમાં પોસ્ટ ઓફિસ સેવિંગ્સ અકાઉન્ટના વ્યાજ દર લાગૂ થાય છે. આવી સ્થિતિમાં ટર્મ ડિપોઝીટનું વ્યાજ નહીં મળે.
આ પણ વાંચો- વરુણ ધવને કરેલી કમેન્ટનો અર્જુન કપૂરે આપ્યો જવાબ, કહ્યું- “હું તેનાથી બિલકુલ વિરુદ્ધ છું”
મળે છે આ સુવિધાઓ
પોસ્ટ ઓફઇસ ટર્મ ડિપોઝીટ પર નોમિનેશન સુવિધા, એકાઉન્ટ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. એક જ પોસ્ટ ઓફિસમાં અનેક ટીડી ખોલાવવાની સુવિધા, સિંગલ એકાઉન્ટને જોઇન્ટમાં કે જોઇન્ટ એકાન્ટને સિંગલમાં કન્વર્ટ કરાવવાની સુવિધા, એકાઉન્ટ એક્સટેન્ડ કરાવવાની સુવિધા, ઇન્ટ્રા ઓપરેબલ નેટ બેંકિંગ/ મોબાઇલ બેંકિંગ દ્વારા ઓનલાઇન એકાઉન્ટ ઓપનિંગ સુવિધા ઉપલબ્ધ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian Post office, Investment in Post Office, Post Office Scheme, Post office small savings scheme