TGECET Counseling Process Start Know How to Apply gh rv


તેલંગાણા સ્ટેટ કાઉન્સિલ ઓફ હાયર એજ્યુકેશન (TSCHE) અનુસાર પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (TS PGECET 2022) કાઉન્સેલિંગ પ્રક્રિયા 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો 2 ઓક્ટોબર સુધી કાઉન્સેલિંગ પ્રક્રિયા (Apply for Counselling Process) માટે અરજી કરી શકે છે. રસ ધરાવતા લોકો tsche.ac.in પર TS PGECETની સત્તાવાર વેબસાઇટ પર જઈ શકે છે.

કેટલી ચૂકવવી પડશે ફી?

કાઉન્સેલિંગ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે. સત્તાવાર નોટિસ મુજબ, સામાન્ય વર્ગના ઉમેદવારોએ 1200 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે એસસી/ એસટી/ ઓબીસી સહિત અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ફી 600 રૂપિયા નક્કી કરાઈ છે.

આ પણ વાંચો: GAIL Recruitment 2022: GAIL માં આ પદો પર પરીક્ષા વગર જ મેળવી શકો છો નોકરી, 2 લાખ સુધીનો મળશે પગાર

કઇ રીતે કરી શકો છો અરજી?

સ્ટેપ 1 - સત્તાવાર વેબસાઇટની tsche.ac.in પર જાઓ.
સ્ટેપ 2 - ‘ટીએસ પીજીઇસીઇટી કાઉન્સેલિંગ’ લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3 - સૂચના મુજબ અરજી ફોર્મ ભરીને લોગ ઇન કરો અને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરો.

સ્ટેપ 4 - ઓનલાઇન મોડમાં પીજીઇસીઇટી 2022 કાઉન્સેલિંગ ફીની ચુકવણી કરો.

સ્ટેપ 5 - પ્રિફર્ડ કોલેજ અને કોર્સ પસંદ કરો અને એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો.

સ્ટેપ 6 – આગળ રેફરન્સ માટે કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

આ વર્ષે ટીએસ પીજીઇસીઇટી 2022 ની પરીક્ષા માટે કુલ 11,931 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. 3 સપ્ટેમ્બરના રોજ, ટીએસ પીજીઇસીઇટીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પરીક્ષા 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવી હતી.

શું છે PGECETનો હેતું?

પીજીઇસીઇટી 2022 કાઉન્સેલિંગ પ્રોસેસનો હેતુ તેલંગાણા રાજ્યની કેટલીક યુનિવર્સિટીઓ દ્વારા ઓફર કરવામાં આવતા એમઇ, એમટેક, એમફાર્મ, ફર્મ ડી અને એમઆર્ચ પ્રોગ્રામ્સમાં શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે.

આ પણ વાંચો: Career Tips: અભ્યાસ સમયે એકાગ્રતા નથી રહેતી તો આ રીતે રહો સાવધાન, અતિ મહત્વપૂર્ણ ટિપ્સ

કાઉન્સેલિંગ માટે ઉમેદવારોએ જે અભ્યાસક્રમો અને કોલેજોમાં અરજી કરવા માંગે છે તે માટે તેમની પસંદગીઓ ભરવાની રહેશે. ઉપલબ્ધતાના આધારે થશે બેઠકની ફાળવણી ચોઇસ ફિલિંગ પૂર્ણ થયા બાદ TSCHE ઉમેદવારોની પસંદગી તેમના PGECET / GATE રેન્ક, સ્કોર અને બેઠકોની ઉપલબ્ધતાના આધારે TS PGECET થશે અને બેઠક ફાળવણી લીસ્ટ જાહેર કરાશે. વધુ માહિતી માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવા સૂચન કરવામાં આવે છે.

Published by:Rahul Vegda

First published:

Tags: Education News, Jobs and Career, કેરિયર



Source link

Leave a Comment