ફિલ્મ થેન્ક ગોડના પહેલા ગીતના ટીઝરને 15 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય પાત્ર ભજવશે. ટીઝરમાં નોરા અને સિદ્ધાર્થ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને તેમની વચ્ચેની સિઝલિંગ કેમિસ્ટ્રી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. અજય દેવગન પણ બેકગ્રાઉન્ડમાં એક ડાયલોગ ફટકારતો સંભળાય છે. સિદ્ધાર્થને સંબોધિત કરતા તે કહે છે, “એક એવી વીકનેસ જે માત્ર તમારામાં જ નહીં, પરંતુ દરેક પુરૂષમાં છે.. લસ્ટ, વાસના, કામ.”
સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પહેલા ગીત મનિકેનું ટીઝર શેર કર્યું છે. “જીવનની આ રમતમાં શું અયાન વાસના/લસ્ટનો શિકાર બનશે? સ્ટે ટ્યૂન્ડ. #Manike ટીઝર આઉટ નાઉ. સોંગ આઉટ! 25 ઓક્ટોબર સિનેમાઘરોમાં #ThankGod.
ફિલ્મ સામે દાખલ થઇ ફરીયાદ
અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને દિગ્દર્શક ઇન્દ્ર કુમાર પર તેમની આગામી ફિલ્મ ‘થેન્ક ગોડ’માં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. ભગવાન ચિત્રગુપ્તની પૂજા કરતા કાયસ્થ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપસર એડિશનલ મેજિસ્ટ્રેટ મોનિકા મિશ્રાની કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે. ભગવાન ચિત્રગુપ્તની મજાક ઉડાવવા અને ફિલ્મમાં વાંધાજનક ટિપ્પણી કરવા બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મેજિસ્ટ્રેટે ફરિયાદી હિમાંશુ શ્રીવાસ્તવનું નિવેદન નોંધવાની તારીખ 18 નવેમ્બર, 2022 નક્કી કરી હતી.
શું છે ફિલ્મ થેંક ગોડની સ્ટોરી
થેંક ગોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ છે. ટી-સિરિઝ ફિલ્મ્સ અને મારુતિ ઇન્ટરનેશનલ પ્રોડક્શન સાથે આ ફિલ્મનું દિગ્દર્શન ઇન્દ્ર કુમારે કર્યું છે અને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અશોક ઠાકરે, સુનીર ખેતરપાલ, દીપક મુકુટ, આનંદ પંડિત અને માર્કંડ અધિકારી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને યશ શાહ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મ આ દિવાળીએ 25 ઓક્ટોબર, 2022ના રોજ રીલીઝ થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર