બનાસકાંઠા જિલ્લાના ભીલડી શહેરથી 15 કિ.મી.ના અંતરે આવેલ પેપળુ ગામ ઐતિહાસીક વારસો ધરાવે છે. 4500ની જનસંખ્યા ધરાવતા ગામમાં 800થી વધુ ઘરો આવેલા છે જેમાં તમામ સમાજના લોકો રહે છે પરંતુ પેપળુ ગામમાં આજે પણ કોઈ ઘર ધાબાવાળું મકાન બનાવી શકતા નથીએક લોકવાયકા પ્રમાણે પેપળું ગામમાં 750 વર્ષ પહેલા કોઈ નાથબાપજી દ્વારા નકળંગ ભગવાનનો પાટ લાવ્યો હોવાનું કહેવાય છે.
ગામ લોકો જ્યાં ભજન મંડળ અને ગરબા કરતા હતા તે જગ્યા પર ભગવાનનો પાટ મૂકયો હતો અને નાનું મંદિર બનાવી પાટની બાપજી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ સમય જતા નકળંગ ભગવાનના જુના મંદિરથી પાટ અને ધોડાઓ ગામને ગોંદરે લાવી વિશાળ મંદિરનું બાંધકામ શરૂ કર્યું અને વિશાળ કિલ્લો બનાવેલો આજે પણ હયાત છે. ત્યારથી આજદિન સુધી ગામમાં એક પણ મકાન ધાબાવાળા બન્યા નથી. નકળંગ ભગવાનનું મંદિર ધાબાવાળું હોવાના કારણે વર્ષો બાદ પણ ગામમાં ધાબા વાળા મકાન બનાવી શકાતા નથી.
જે કોઇપણ વ્યકતિ ગામમાં ધાબાવાળુ મકાન બનાવે છે તેને થોડા સમય બાદ તે વ્યક્તિને મકાન તોડવુ પડતુ હોય છે. વર્ષોથી રહેતા લોકો આજે પણ ગામમાં ધાબાવાળા મકાન બનાવતા નથી જેથી કરીને આજે પણ ગામમાં હોય કે સીમમાં તમામ મકાનો નળિયાવાળા અથવા તો સિમેન્ટના પતરા ના બનેલા છે.
600 થી 750 વર્ષ જૂનું નકળંગ ભગવાનું મંદિર આવેલું છે.
પેપળુ ગામ ખાતે આવેલ નકળંગ ભગવાનના મંદિરે સેવા પૂજા કરનાર મહંત શ્રી બાબુ પુરીજી મહારાજે ન્યૂઝ 18 લોકલ ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગામમાં 630 થી 750 વર્ષ પુરાણીક અને ઐતિહાસિક નકળંગ ધામ આવેલું છે આ મંદિર મોગલોના સમયથી આ ગામમાં છે. આ મંદિરે દર બીજે મોટો મેળો ભરાય છે. તેમજ વર્ષમાં એકવાર ભાઈબીજના દિવસે આ ગામમાં બકતર ધારણ કરીને ઘોડાઓ આવે છે અને આ સ્થળ જોવા લાયક સ્થળ છે.
આ ગામમાં કોઈએ ધાબા વાળું મકાન બનાવવું નહીં તેવી એક માન્યતા છે. અને આજ દિન સુધી આ ગામમાં રહેવા માટે કોઈએ ધાબા વાળું મકાન પણ બનાવ્યું નથી. આ ગામમાં નકળંગ ધામમાં ધાબુ ભરાય છે. અને ગામમાં એક દંત કથા એવી છે કે નકળંગ ભગવાન પાઠ ઉપર હોવાથી કોઈએ ધાબા વાળું મકાન બનાવવું નહીં તેવી પણ એક માન્યતા આ ગામ સાથે જોડાયેલી છે. અને જો આ ગામમાં કોઈ ધાબા વાળું મકાન બનાવે તો તેના ઘરમાં મુશ્કેલી સર્જાય છે તેવી લોકવાયકાઓ છે.
આ ગામમાં વર્ષોથી કોઈ ધાબા વાળું મકાન બન્યું નથી.
આ ગામના યુવાન એવા વિપુલકુમાર ગજ્જરે ન્યુઝ 18 લોકલ ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગામમાં મારો જન્મ થયો છે ત્યારથી આ ગામમાં એક પણ ધાબા વાળું મકાન બન્યું નથી અમારા વડવાઓ પણ કહેતા હતા કે આ ગામમાં વર્ષો જૂનો નકળંગ ભગવાનનો કોલ છે તે આગામ લોકો પાળી રહ્યા છે અને આજ દિન સુધી આ ગામમાં એક પણ ધાબા વાળું મકાન બન્યું નથી અને અમારી પેઢી પણ આ પરંપરા જાળવી રહી છે અને આગામી પેઢી પણ અપરંપરા જાળવી રાખશે તેવું જણાવ્યું હતું.
આ ગામનાં લોકો આજે પણ ભારતીય સંસ્કૃતિ જાળવી રહ્યા છે.
આ પેપળું ગામના ગ્રામજન ક સંજયભાઈ દેસાઈએ ન્યુઝ 18 લોકલ ની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ગામમાં આજે પણ ભારતીય સંસ્કૃતિ જીવંત જોવા મળી રહી છે.આ ગામમાં વર્ષો જૂની પરંપરા આજે પણ આ ગામના લોકો નિભાવી રહ્યા છે.આ ગામમાં નકળંગ ભગવાનનું મંદિર ગામમાં સૌથી ઊચુ રહેલ છે.અને આ ગામમાં નકળગ ભગવાનનું મંદિર ધાબા વાળું છે.જેથી આ ગામના લોકો મંદિર થી ઉંચુ મકાન બનાવતા નથી. જે લોકો બનાવે છે તેને તોડી પાડવું પડે છે જેથી આ ગ્રામજનો કોઈપણ પાકું છતવાળુ મકાન બનાવતા નથી તેવી આ ગામના લોકોમાં માન્યતા છે.
ગામમાં ધાબા વાળું મકાન ન બનતા હોવાથી ગામલોકોને પણ મોંઘવારીમાં ફાયદો થયો છે
આજની મોંઘવારી વચ્ચે પાકા ધાબા વાળા મકાન બનાવવા પાછળ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચ થતો હોય છે પરંતુ પેપળું ગામમાં ધાબા વાળા મકાન ન બનતા હોવાથી ગામલોકો ને નળીયા પતરાં વાળા મકાન 5 થી 6 લાખમાં તૈયાર થઈ જાય છે એટલે કે મોંઘવારી વચ્ચે પણ પેપળુ ગામના લોકોનો મોટો ફાયદો થઇ રહ્યો છે.
ગામમાં બેસતા વર્ષનો અને દર બીજે મોટો મેળો ભરાય છે
પેપળુ ગામમાં નકળગ ભગવાનના મંદિરે બેસતા વર્ષ અને ભાઈબીજ નો મોટો મેળો ભરાય છે સો સો કિલોમીટર દૂરથી લોકો શ્રધ્ધા ભાવથી નકળંગ ભગવાન ના પાટ ના દર્શન કરવા આવે છે પૌરાણિક ઇતિહાસ મુજબ બેસતા વર્ષની રાત્રે મુડેઠાના દરબારો 200થી વધુ ઘોડાઓ ઉપર સવાર થઇ આવે છે જે અવસરને જોવાનો પણ લોકો મોટી સંખ્યામાં આવે છે.તેમજ દર બીજના દિવસે પણ પેપળુ ગામમાં મેળો ભરાય છે.અને મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી નકળગ ભગવાનના દર્શન કરવા આવે છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha, House, Local 18, Villages