સમાજે જ્ઞાતિ બહાર મૂકતા આ નાનકડો પરિવાર મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. ગામના લોકો તેમની સાથે કોઇ વ્યવહાર કરતા નથી અને કોઈ પણ સારા કે ખરાબ પ્રસંગોએ આ પરિવારને જ્ઞાતિના લોકો ને ત્યાં નહી જવાનું ફરમાન કર્યું છે. આ પરિવારના મોભી રફીક મન્સૂરીને બે પુત્રો અને એક દીકરી છે. આ લોકોની ઉંચાઇ માત્ર બે ફૂટની છે. તેમના એક પુત્રના લગ્ન પણ બે ફૂટની કન્યા સાથે થયા છે. જેથી તેમના ઘરમાં બે ફૂટની હાઈટ ધરાવતા ચાર લોકો છે ત્યારે આ બે ફૂટના પુત્રના લગ્નમાં વરઘોડો કાઢવા માટે ઘોડી લાવ્યા હતા. આથી આ પરિવારને જ્ઞાતિ બહાર કાઢી મૂક્યો છે.
રજાકભાઇએ તેમની જ્ઞાતિમાં સાત વાર પત્રો લખી તેમને વિનંતી કરી છે. આ મન્સૂરી જમાત દ્વારા રજાકભાઇને બોલાવી તારીખ 23 મે 2022ના રોજ બોલાવી તેમને પાવલીનો દંડ કર્યો હતો. આ પાવલી એટલે કે પચીસ પૈસાનો દંડ કરવામાં આવ્યો હતો. રજાકભાઈ મન્સૂરીએ જણાવ્યું કે મને જમાત દ્વારા હડધૂત કરવામાં આવ્યો છે. મને પાવલી નો દંડ એટલા માટે કરવામાં આવ્યો કે પાવલી ચલણમાં નથી. તેથી ખોટો સિક્કો મને મને ગણવામાં આવ્યો અને મારી આબરૂ લીધી છે. હાલ હુ ખુબ દુખી છું,”.
ઘાંચી જમાતે આ પહેલા પણ આવા નિર્ણયો લીધા છે. ટીંબીમાં રહેતા શબ્બિર કાદરીએ મન્સૂરી જમાતની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તો આ દીકરીને અને શબ્બિર કાદરીને પણ જમાતમાંથી કાઢી નાંખવામાં આવ્યા હતા. ટીંબી ગામમાં પાંચથી વધુ એવા પરિવારો છે કે, જેમને જમાત દ્વારા અલગ અલગ પ્રકારનો દંડ કરવામાં આવ્યો છે.
સીદીક ઘાંચી નામના વ્યક્તિને પણ લગ્નમાં ઘોડી લાવવા માટે દંડ કરવામાં આવ્યો હતો.
આ બે ફૂટની હાઈટ ધરાવતા પરિવાર દ્વારા અનેક વિનંતી કરવા છતાં આ મન્સૂરી જમાતના અગ્રણીઓ આ પરિવારને જ્ઞાતિમાં લેતા નથી.જમાતના પ્રમુખ સતારભાઈ સલમાનભાઈ કાતર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ લગ્ન પ્રસંગે ઘોડી લાવતા જમાતે રજાક મન્સૂરીને જ્ઞાતિ બહાર કાઢી નાંખ્યો છે. તે જમાતના કાયદાનું પાલન નથી કરતા. તેથી જમાત માંથી કાઢી નાખ્યા છે . જો કે, રજાકભાએ એ તેમના વકીલ વી.એમ વરૂ મારફત જમાતને કાનૂની નોટિસ પણ મોકલી છે અને કહેવામાં આવ્યુ કે, તેમના પરિવારને ફરી જમાતમાં લેવામાં આવે
તમારા શહેરમાંથી (અમરેલી)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, અમરેલી