ત્રણ બેઠક પર થયું હતું ગઠબંધન
થોડા સમય અગાઉ જ કોંગ્રસ અને એનસીપી વચ્ચે ગંઠબંધન થયું હતું. તેમણે ત્રણ બેઠક નરોડા, ઉમરેઠ, દેવગઢ બારિયા માટે ગઠબંધન કર્યું હતું. આ અંગે એનસીપીના જયંત બોસ્કી અને કોંગ્રેસનાં જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે બાદ આજે NCPના ઉમેદવાર ગોપસિંહ પ્રતાપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.
ગઠબંધનની જાહેરાત કરતાં એનસીપીનાં જયંત બોસ્કીએ જણાવ્યુ હતુ કે, આ ત્રણ બેઠકો પર અમે વફાદારીથી લડીશું. કોંગ્રેસ એનસીપીના ગઠબંધનથી જે રીતે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી તે રીતે અમે પણ અહીં કામ કરીશું.
દાહોદ: મતદાન પહેલા મોટા સમાચાર
દેવગઢ બારીયાના NCP ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
દેવગઢ બારીયામાં NCP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન #Dahod #NCP #Congress #electionwithnews18 #GujaratElections2022 pic.twitter.com/WuPtcgMpM7
— News18Gujarati (@News18Guj) November 21, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર