આ સાથે જ અહીં ની વિશાળ ગ્રામીણ પ્રજા માટે ઉચ્ચ આરોગ્ય સારવાર ના દ્વાર ખુલી ગયા છે.ધમની ગામના રહેવાસી, ૫૨ વર્ષીય લક્ષીભાઈ વાંકને હ્રદયની ૩ નળીઓ બ્લોક હોવાનું નિદાન થયું હતું. અગાઉ ના સમયમાં તેમને સૂરત જઈને બાયપાસ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હોત પણ જે પ્રકારની તેમની આર્થિક સ્થિતિ છે તે જોતાં તેઓએ ત્યાં જવાનું વિચાર્યુ પણ ન હોત.
પણ તેમનાં સદ્ ભાગ્યે તેઓ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ આવ્યા અને અહીં તેમની બાયપાસ સર્જરી કરવાનુ નક્કી થયું. સૂરતનાં સુપ્રસિદ્ધ કાર્ડિયાક સજર્ન ડો. રવિસાગર પટેલ અને તેમની ટીમે અહીં તેમના પર 12મી નવેમ્બરે તેમના પર સફળતાપૂર્વક બાયપાસ સર્જરી કરી. શ્રી મદ રાજચંદ્ર હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફે તેમની અત્યંત કાળજી પૂર્વક સંભાળ લીધી હતી અને તેઓ સર્જરી બાદ ભાનમાં આવી વાતો કરતાં સર્વે એ આનંદની લાગણી અનુભવી હતી. બાયપાસ સર્જરી બાદની અત્યંત મહત્વપૂર્ણ સારવાર પણ તેમને અહીં આપવામાં આવી હતી.
સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેઓને તા. ૧૯ નવેમ્બરે રજા આપવામાં આવી હતી. તેઓ હાલતાં ચાલતાં ખુશીથી પોતાનાં પરિવાર સાથે ઘરે પરત ફર્યા છે! આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ સમગ્ર સર્જરી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી છે.એક સમય હતો જ્યારે ઉચ્ચ આરોગ્ય સારવાર આ ગ્રામીણ પ્રજા માટે સ્વપ્નવત્ હતી. પરંતુ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનાં સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીની કરુણામય અને દૂરદર્શી દ્રષ્ટિએ આ વિસ્તાર માં ઉચ્ચ આરોગ્ય સારવારની પરિકલ્પ્ના કરી અને તે સાકાર થઈ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ રૂપે.
ગ્રામીણ વિસ્તાર માં ભાગ્યે જ જોવા મળે તેવી વિશ્વસ્તરીય સુવિધાઓ અને દરેક પ્રકારની ઉચ્ચ સારવાર ધરાવતી આ ચેરીટેબલ હોસ્પિટલ નિષ્ઠાવંત નિષ્ણાંત ડોક્ટરો તેમજ સહાનુભૂતિપૂર્ણ સ્ટાફથી સુસજ્જ છે. ઉચ્ચ માળખાકીય સુવિધાઓ ઉપકરણો જેમ કે સી.ટી.સ્કેન, કેથ લેબ, એનિજયોગ્રાફી સાથે કુશળ આ.સી.યુ. ટીમ, ઓ.ટી. ટીમ વગેરેનો પણ સર્જરીની સફળતામાં મોટો ફાળો છે.
ભારતના મહાન સંત શ્રીમદ રાજચંદ્રજીનાં પાવન નામ અને પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના કરુણામય માર્ગદર્શનથી કાર્યરત શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ પર આશિર્વાદ વરસાવતાં પૂજ્ય મોરારીબાપુએ કહ્યુ હતું કે ” શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દવા તો કામ કરશે જ પણ શ્રીમદ રાજચંદ્રજીની દુઆ વધુ કામ કરશે.
આમ આધુનિક સુવિધાઓ, માનવીય અભિગમ અને સંતોના આશિષનો ત્રિવેણી સંગમ એવી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ આ વિસ્તાર માં વરદાનરૂપ બની આરોગ્ય સેવાઓની હરણફાળ ભરી વિશાળ જનસમૂહને આરોગ્ય પ્રદાન કરી રહી છે.
તમારા શહેરમાંથી (વલસાડ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર