The people were made aware by showing the vehicle that was damaged in the accident – News18 Gujarati


Parth Patel, Ahmedabad : ગુજરાતમાં દર વર્ષે લગભગ 20,000 જેટલા અકસ્માતો થાય છે અને કેટલાય લોકો મોતને ભેટે છે. ત્યારે માર્ગ અકસ્માત રોકવા મણીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકોને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નવેમ્બરના ત્રીજા રવિવારે વિશ્વમાં અકસ્માતમાં ભોગ બનેલાઓને શ્રધ્ધાંજલિ અને સંભારણા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મણીનગરમાં ટ્રાફિક પોલીસ અને રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. જેમાં માર્ગ અકસ્માત અંગે જાગૃતિ લાવવા શહેર ટ્રાફિક પોલીસે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો.ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરવું જરૂરી છે.

ગુજરાતમાં વર્ષે 6 થી 7 હજાર લોકોના મોત થાય

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 20,000 જેટલા માર્ગ અકસ્માતો થાય છે. જેમાં 6000 થી 7000 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, સીટ બેલ્ટ લગાવવા અને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરી છે.મણીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા તમામ લોકોને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને વાહન ચાલકોમાં જાગૃતતા લાવવા માટે ટ્રાફિક પોલીસે અમદાવાદમાં દાણીલીમડા, નરોડા, સ્ટેડિયમ તેમજ આરટીઓ ચાર રસ્તા પર અકસ્માત થયેલા વાહનો મુક્યા હતા.

યુવાનોને ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવવાની પોલીસની અપીલ

યુવાનોને ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવવા માટે પણ પોલીસે અપીલ કરી હતી. રોડ પરના અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિકના JCP એન. એન. પરમાર, DCP પૂર્વ ઝોન સફિન હસન, DCP પશ્ચિમ ઝોન નીતા દેસાઈ સહિત RTO ઓફિસર અને રોટરી ક્લબના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Ahmedabad news, Local 18, Road Accidents



Source link

Leave a Comment