The wife threw boiling oil on the husband uttarpradesh crime news in gujarati rv


Crime News: મોટા ભાગે આપણે જોતાં હોઈએ છીએ કે ઘરમાં પતિ અને તેના સાસરી પક્ષ દ્વારા પત્ની પર ત્રાસ ગુજારવામાં આવતો હોય છે. પરંતુ આજે અહી આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એક પત્ની દ્વારા એક વાર નહીં પરંતુ ત્રણ-ત્રણ પોતાના પતિ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ એક પત્નીએ કોઈ કારણોસર પોતાના પતિને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. પ્પોતના સૂતેલા પતિ પર ગરમા-ગરમ તેલ નાંખીને તેને ગંભીર રીતે ઘાયલ કરી દેવામાં આવ્યો છે. પીડિત યુવકના પિતાએ જણાવ્યું કે મનજીતનો ચહેરો અને શરીર ગરમ તેલથી દાઝી ગયો હતા. અમે ગંભીર રીતે દાઝી ગયેલા મનજીતને જિલ્લા હોસ્પિટલના બર્ન યુનિટમાં દાખલ કર્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. આ પહેલા પણ પુત્રવધૂએ બે વખત પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. જ્યાં રવિવારે એક પત્નીએ તેના જ પતિ પર ઉકળતું તેલ ફેંક્યું હતું. પરિવારજનોએ યુવકને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જ્યાં યુવકની હાલત નાજુક છે. યુવકના પિતા મહેન્દ્રસિંહે પુત્રવધૂ સામે ગુનો દાખલ કરવાની ફરિયાદ આપી છે.

આ પણ વાંચો: એક સમયે આ ગામમાં હતો માઓવાદીઓનો આતંક, હવે લોકો દરરોજ ગાય છે રાષ્ટ્રગીત

તમને જણાવી દઈએ કે મામલો સદર કોતવાલી વિસ્તારના બિસૌરી ગામનો છે. અહીં રહેતા મહેન્દ્ર સિંહના પુત્ર મનજીત સિંહ (34)ના લગ્ન ગાઝીપુરના સેવેરાઈ ગામમાં એક વર્ષ પહેલા થયા હતા.

મનજીતના પિતા મહેન્દ્ર સિંહે જણાવ્યું કે રવિવારે પુત્રવધૂએ ચિપ્સ તળવા માટે તેલ મંગાવ્યું હતું. આના પર મેં દુકાનમાંથી તેલ લાવીને આપ્યું. ચિપ્સને ગાળતા પહેલા પુત્રવધૂ તેને તપેલીમાં નાખીને તેલ ગરમ કર્યું હતું.

આ પણ વાંચો: Bomb blast on school: પશ્ચિમ બંગાળની સ્કૂલના છત પર બોમ્બ વિસ્ફોટ, અત્યાર સુધીમાં 4ની ધરપકડ; 10 દેશી બોમ્બ જપ્ત

તક જોઈને તેણે પલંગ પર સૂતેલા મનજીત પર તેલ રેડ્યું. યુવકના પિતાએ જણાવ્યું કે મનજીતનો ચહેરો અને શરીર ગરમ તેલથી દાઝી ગયા હતા. અમે ગંભીર રીતે દાઝી ગયેલા મનજીતને જિલ્લા હોસ્પિટલના બર્ન યુનિટમાં દાખલ કર્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. આ પહેલા પણ પુત્રવધૂએ બે વખત પુત્રને મારવાનો પ્રયાસ કર્યો હતો.

Published by:Rahul Vegda

First published:



Source link

Leave a Comment