Table of Contents
મિથુન
મિથુન રાશિના લોકો ટ્રાવેલના ખૂબ શોખીન હોય છે. તેઓ આવી દરેક ક્ષણને મન ભરીને જીવવામાં માને છે. તેથી તેમનો સ્વભાવ તેના પાર્ટનર માટે પર્ફેક્ટ મેચ સાબિત થઇ શકે છે. તેઓ સરળતાથી કોઈપણના વાઇબ સાથે મેચ થઇ જાય છે અને એડવેન્ચર એક્ટિવિટી અને રમતોમાં માટે હંમેશા તૈયાર હોય છે.
કર્ક
કર્ક રાશિના લોકો એક મુસાફરીનો અનુભવ ઇચ્છે છે. જે રોમાંચક હોય છે અને તેમની ગેલેરી અને મનને એવા અનુભવોથી ભરે છે જે ક્યારેય ભૂલી ન શકે. તેઓ ક્યારેય થાકતા નથી અને પરંપરાગત રિવાજો, પરંપરાઓ, તહેવારો, ખોરાક વગેરેની શોધખોળ કરવાની ઉત્સુકતાની સાથે નવા અને સુંદર સ્થળોની શોધ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓ તેમના ટ્રાવેલ પાર્ટનર સાથે વાતો કરે છે અને હસાવે છે અને કોઈને પણ વાતમાં કંટાળાથી બચાવે છે.
આ પણ વાંચોઃ આ રાશિના જાતકો હોય છે હેવી ડ્રિંકર્સ
ધન
ધન રાશિના જાતકો સાહસિક અને સહજ હોય છે. તેઓ વધારે વિચાર્યા વિના કોઈ પણ સ્થળે જઈ શકે છે અને તેમની મહાન ફન આખી મુસાફરીને જીવંત રાખી શકે છે અને હાસ્ય અને મસ્તીથી ભરેલી રાખી શકે છે. ધન રાશિના જાતકો સુંદર ફૂલો અને પક્ષીઓ વચ્ચે પ્રકૃતિમાં રહેવાનું પસંદ કરે છે અને ગેજેટ્સ અને ઉપકરણો વિશે પણ ભૂલી જાય છે. તેમનો ફ્લેક્સિબલ નેચર કોઇ પણને મસ્તીના મૂડમાં ઢાળી દે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર