આ પણ વાંચો: આ જાતકોને સાડાસાતી અને ઢૈય્યામાંથી મળશે મુક્તિ
Table of Contents
ઐરાવત હાથી
હાથિઓમાં શ્રેષ્ઠ ઐરાવતા હાથી સમુદ્ર મંથનથી નિકળ્યો હતો. એરાવત હાથીનો રંગ સફેદ હતો. આ હાથીમાં ઉડાન ભરવાની શક્તિ અપાર હતી. ઇન્દ્ર દેવે આ હાથીને પોતાનું વાહન બનાવી લીધું. વાસ્તુ અનુસાર ઘરમાં ક્રિસ્ટલ તેમજ સફેદ પત્થરનો હાથી રાખવાથી સુખ, સમુદ્ધિનો વાસ થાય છે.
પાંચજન્ય શંખ
આ શંખ વિશે બહુ ઓછા લોકો જાણે છે. સમુદ્ર મંથનના 14 રત્નોમાં એક પાંચજન્ય શંખનો પણ સમાવેશ થાય છે. આ બહુમુલ્ય શંખ ભગવાન વિષ્ણુએ એમની પાસે રાખ્યો હતો. તમને એમની તસવીરમાં આ શંખ સરળતાથી દેખાય છે. આ શંખને ઘરના મંદિરમાં રાખો છો તો બહુ શુભ માનવામાં આવે છે.
અમૃત કળશ
સમુદ્ર મંથનમાં અમૃત કળશ બહાર આવ્યુ હતુ. આ કળશ ભગવાન ધન્વંતરિ લઇને સમુદ્રમાં નિકળ્યા હતા. દેવતાઓ અને અસુરોની વચ્ચે આ અમૃત કળશને પ્રાપ્ત કરવામાં માટે વિવાદ થયો હતો. કહેવાય છે કે ત્યારથી જ દરેક શુભ અને માંગલિક કાર્યોમાં અમૃત કળશને સ્થાપિત કરવાની પરંપરા ચાલી રહી છે. જે ઘરમાં અમૃત કળશ હોય છે ત્યાં દુખ આવતુ નથી. આનાથી અરોગ્યનું વરદાન પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: જીવનમાં આર્થિક ઉન્નતિ ઇચ્છતા હોવ તો કરો આ સરળ ઉપાય
પારિજાતના ફુલ
હિન્દુ ઘર્મમાં પારિજાતના ફુલનું વિશેષ મહત્વ રહેલું છે. શું તમે જાણો છો પારિજાતનું વૃક્ષ પણ સમુદ્ર મંથનમાંથી બહાર નિકળ્યુ હતુ? ઘરના મંદિરમાં ભગવાનને પારિજાતનું ફુલ ચઢાવવુ શુભ મનાય છે. ઘરમાં રહેલી પારિજાતની ખુશ્બુથી ઉન્નતિના દ્રાર ખુલી જાય છે.
શ્રવા ઘોડો
આકાશમાં ઉડાન ભરનારો સફેદ રંગનો શ્રવા ઘડો પણ સમુદ્ર મંથનમાંથી નિકળ્યો હતો. આ ઘોડો અસુરોના રાજા બલિને મળ્યો હતો. એવું કહેવાય છે કે ઘરમાં સફેદ ઘોડાની તસવીર લગાવવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર