This blood bank in Bhavnagar provides blood without collecting blood from the patient.AGA – News18 Gujarati


Abhishek Gondalia, Amreli: એક વર્ષમાં સો ટકા સ્વૈચ્છિક રક્તદાન મેળવી સાચા અર્થમાં દર્દીઓની સેવા કરે છે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત ભાવનગરની શ્રી.ઉત્તમ.એન.ભુતા-રેડક્રોસ બ્લડ બેન્ક.ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૩૮ જેટલા આરોગ્યના કાર્યક્રમો ચલાવી રહી છે. વિશેષમાં ભાવનગર જિલ્લાના દર્દીઓને સારી ગુણવત્તાવાળું અને રાહતદરે સમયસર અને સરળતાથી બ્લડ મળી રહે તેવા હેતુંથી શ્રી.ઉત્તમ.એન.ભૂતા પરીવારના સહયોગથી રેડક્રોસ ભવન, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે રેડક્રોસ સોસાયટી સંચાલિત શ્રી ઉત્તમ એન. ભૂતા – રેડક્રોસ બ્લડ સેન્ટર (બ્લડબેંક) તા.14 સપ્ટેમ્બર 2021 થી શરૂ કરવામાં આવેલી છે.

આ બ્લડ બેન્ક દ્વારા દર્દીઓને રાહતદરે તથા થેલેસેમિયા મેજર બાળકો અને હીમોફીલિયા વાળા બાળકોને વિનામૂલ્યે રક્ત મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, વળી 900 થી વધુ યુનિટ રક્ત કેન્સર ના દર્દીઓ ને વિનામૂલ્યે આપવા માં આવ્યું હતુંરેડક્રોસ બ્લડ બેંક અમરેલી જિલ્લામાં અનેક કેમ્પમાં ઉપસ્થિત રહી અને લોકોની સેવામાં ઉપસ્થિત રહે છે. સાથે જ બ્લડ બેન્કમાં એક પણ દર્દી પાસેથી રિપ્લેસમેન્ટ લીધા વગર રક્ત પૂરું પાડે છે. દર્દી લોહી લેવા આવે તે સમયે સામે જમા કરાવવાનું કહ્યા વગર દર્દીને લોહી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

ભાવનગરની હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાને અગવડતા ના પડે તેવા હેતુથી દરેક હોપિટલમાં થી સેમ્પલ લઇ આવવાની અને રક્ત પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે,એક વર્ષમાં 105 રક્તદાન કેમ્પો અને ઇનહાઉસ રક્તદાતાઓ ના સહયોગથી 5093 યુનિટ રક્તદાન એકત્ર થયું છે, 3973 યુનિટ રક્ત દર્દીઓને રાહત દરે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવેલું છે. 800 જેટલા યુનિટ સરકારી અને સંસ્થાની હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે આપવામાં આવેલું છે. હાલ માં રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે ઇમ્યુનો હીમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુઝન મેડિકલ ઓફિસર(MD-IHBT) ની દેખ રેખ હેઠળ બ્લડ બેન્ક ચલાવવામાં આવે છે આ ઉપરાંત રેડક્રોસ બ્લડ બેંકમાં અનુભવી સ્ટાફની ટિમ છે, ખાસ 2 એમ.ડી. પેથોલોજીસ્ટ, 4 મેડિકલ ઓફિસર, 1 ઇમ્યુનો હીમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુઝન મેડિકલ ઓફિસર(MD-IHBT), અનુભવી ટેક્નિશિયન, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર અને અન્ય અનુભવી સ્પોટીવ સટાફ તેમજ આ બ્લડ બેન્ક અતિ આધુનિક સાધનોથી સજ્જ છે, 3000 યુનિટ સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે.

રેડક્રોસ નેશનલ હેડ ક્વાર્ટર દિલ્હી તરફથી બ્લડ કલેક્શન માટે મોટી વોલ્વો બસ ફાળવવામાં આવી છે. આ બસની અંદરજ બધી ફેસેલિટી આપવામાં આવી છે, એક સાથે 5 રક્તદાતાઓ રક્તદાન કરી શકે તેવી વ્યવસ્થા છે. અંદર 5 ડોનર શીટ, વેઇટિંગ એરિયા, રિફ્રેશમેન્ટ, સ્ટોરેજ માટેના ફ્રીઝ, એસી, જનરેટર,ટીવી, કોફી મશીન, પ્રોજેક્ટર તેમજ અતિ આધુનિક જરૂરિયાતના તમામ સાધનો થી સજ્જ છે.રેડ ક્રોસની ઉપરોક્ત સેવાનો લાભ લેવા અનુરોધ છે, તેમજ કોઈપણ વ્યક્તિ, સંસ્થા,કંપની , શાળા-કોલેજ, સંગઠનો વગેરે રક્તદાન કેમ્પોનું આયોજન કરવા ઇચ્છતા હો તો અથવાતો રક્તની જરૂરિયાત સમયે રેડક્રોસ બ્લડબેન્કનો સંપર્ક કરી શકો છો,9429406202, 8347653981, 9825566642, 0278-2430700 જે નંબર પર રક્તદાન કેમ્પ ના આયોજન કરવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

First published:

Tags: Blood donation



Source link

Leave a Comment