This famous recipe from limbdi is famous worldwide asc – News18 Gujarati


Salim Chauhan, Surendrnagar : લીંબડીમાંથી એક દિવસ માં 100 કિલો કચરિયાની ખપત થઇ રહી છે ત્યારે આખા લીમડી શહેરમાં રોજનું 1 હાજર કિ.લો જેટલું કચરિયું વેચાઈ જાય છે. શિયાળાની સિઝન આવતા જ ઝાલાવાડમાં ગરમ વસાણાની વિવિધ બનાવટો બજારમાં આવી જાય છે તેમાંય લીંબડીમાં કાળાતલનું કચરિયું ખરીદવા લોકોની ભીડ જામે છે.

લીંબજી શહેપનું પ્રખ્યાક કચરિયાની

હવે તો સૌરાષ્ટ્રમાં ફરવા આવતા એનઆરઆઇની દાઢે કચરિયાનો સ્વાદ લાગી જતા જ્યારે તેઓ પરત ફરે ત્યારે લીંબડીનું કચરિયુ વિદેશમાં પણ સાથે લઇ જાય છે. ઝાલાવાડમાં ઓછા વરસાદમાં પણ મુખ્યત્વે તલનો પાક સારો થાય છે. જેથી શિયાળાની શરૂઆત થતા જ લીંબડી શહેરમાં તળાવકાંઠે તથા નદીકાંઠે આવેલી તલ પીલવાની ધાણીઓ ધમધમવા લાગે છે. શિયાળાની ઋતુમાં લીંબડી શહેરમાંથી દૈનિક એક હજાર કિલો કચરિયાનું વેચાણ થાય છે.

મુખ્યત્વે કચરિયુ કાળા તલનું બને છે. પરંતુ ઘણા ખેડૂતો સફેદ તલ લાવી કચરિયુ બનાવડાવે છે. ઝાલાવાડમાં ગામઠી ભાષામાં કચરિયુ સાની તરીકે પણ ઓળખાય છે. કચરિયુ બનાવતા ઝાકીરભાઈ કારાણી તથા જુમાભાઇ રહીમભાઇએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર દર્શને આવતા પરપ્રાંતિયો અને વિદેશી સહેલાણીઓ તથા એન.આર.આઇ. લીંબડીનું પ્રખ્યાત ગણાતું સુકામેવાથી ભરપૂર કાળા તલનું કચરિયુ ખરીદી વિદેશ લઇ જાય છે.

છેલ્લા 20 દિવસમાં અમેરિકા, દક્ષિણ આફ્રિકા, લંડન, કેન્યા તથા ભારતીયો વસતા હોય તેવા અનેક દેશોમાં રોજનું 300 કિલોથી વધુ કચરિયુ સ્પેશિયલ બોક્સમાં પેકિંગ કરી રવાના કરાય છે. કચરિયુ શક્તિવર્ધક છે - શિયાળામાં તંદુરસ્ત રહેવા ગરમવસાણા ખવાય છે ત્યારે આ અંગે ડૉ. જગદીશ શુક્લ અને ડૉ. પંજક ભટ્ટે કે, ગરમ મસાલાથી ભરપૂર કચરિયાના સેવનથી શરીરના વિવિધ અંગોને પોષણ મળે છે. કચરિયુ શક્તિવર્ધક હોવાથી તે ખાવું જોઇએ.

ગુજરાતી લોકો દુબઈ, ઓસ્ટ્રેલિયા,અમેરિકા થી આવતા હોય ત્યારે લીંબડી નું કચરિયું શિયાળામાં સાથે લઈ જાય છે

એક દુકાન માલિક જાવેદ મકવાણા સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેવોની બે પેઢી થી આ વ્યવસાય માં જોડાયેલા છે અને એક દિવસ નું 5 મણ કચરિયા ની ખપત થાય છે તે સાથે ગુજરાત ના ખૂણે ખૂણે થી લોકો આ કચરિયું ખરીદી કરી વેચાણ પણ કરે છે સાબરકાંઠા જેવા વિસ્તાર માં પણ આ કચરિયું વેચાણ થાય છે
જાવેદ ભાઈ મકવાણા ની દુકાન લીંબડી બસ મથક પાસે આવેલી છે અને સવારે 8થી રાતના 10 વાગ્યા સુધી ખુલી રાખી વ્યપાર કરે છે

જાણો કચરિયનો ભાવ શું છે

જાવેદ ભાઈ મકવાણા એ જણાવ્યું કે કચરિયું શિયાળા નાં સમય નાં અમુક મહિના માટે વેચાણ થાય છે ત્યારે તેનો ભાવ એક કિલો કાળા કચરિયાનો 220રૂપિયા અને સફેદ તલ નાં કચરીયા નો ભાવ 200 રૂપિયે કિલો છે અને પ્રખ્યાત હોવાના કારણે લોકો અહીંયા ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે

આ કચરિયામાં દેસી તલ, ગોળ,સુથ,ગઠોડા,સૂકા મેવા મિશ્ર કરી બનાવમાં આવે છે અને શિયાળા માં દેશી ઘાણી માં પિલવામાં આવે છે. અને ત્યારબાદ આ કચરિયું તૈયાર કરી એક કિલો નાં પેકિંગ માં વેચવામાં આવે છે.જાવિદભાઈ મકવાણા આ કચરિયાના વ્યવસાય માં છેલ્લા 40 વર્ષે થી વધારે સમય થી જોડાયેલા છે અને દર વર્ષે શિયાળા નાં સમયે તેવો દેશી ઘાણી માં કચરિયાનો વ્યવસાય કરી સારી કમાણી પણ કરે છે.

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Local 18, Winter



Source link

Leave a Comment