Prashant Samtani, Panchmahal - લોકોને કેટ કેટલી પ્રકારના શોખ હોય છે. પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે રહેતા યુવક હરદેવ ગોહિલને ટેટુ બનાવવાનો અનોખો શોખ ધરાવે છે. હરદેવે 10 વર્ષમાં 10 હજાર ઉપરાંત ટેટુ બનાવ્યા. હરદેવ પહેલા કોરીઓ ગ્રાફર હતો, તે પહેલા સ્કુલ તેમજ પર્સનલ કલાસીસ ધ્વારા લોકોને ડાન્સ સીખવાડતો હતો ત્યારથીજ તેને ટેટુ બનાવાનો શોખ હતો પરંતુ ટેટુ બનાવવા અંગે વધારે માહિતી ન હોવાને કારણે તે ફક્ત પોતાની ડીઝાઇન કાગળ પર બનાવતો હતો. તે ડીઝાઇન જોઈ તેના મિત્રોએ તેને ટેટુ માટેના કોર્સ કરવા માટે સલાહ આપી અને હરદેવે ટેટુબનાવવા માટેના કોર્સ કરી અને તે અંગે સમગ્ર માહિતી મેળવી લીધા બાદ તેને ૨૦૧૨ માં ગોધરા શહેરમાં બામરોલી રોડ વિસ્તારમાં આર્ટ - એક્સ ટેટુ સ્ટુડીઓ ના નામથી પોતાની દુકાન શરુ કરી. હરદેવે જણાવ્યું હતુકે તેને પાછલા ૧૦ વર્ષો દરમિયાન ૧૦ થી પણ વધુ ટેટુ લોકોને બનાવી આપ્યા છે.
હરદેવે જણાવ્યું હતું કે લોકો વિવિધ પ્રકારના ટેટુ બનવતા હોય છે પરંતુ હાલના બજારમાં 3D ટેટુ, કલર ટેટુ, 2D ટેટુ અને સિંગલ કલર ટેટુ વગેરે જેવા પ્રકારના ટેટુણી બજારમાં વધુ માંગ છે.
હરદેવ 800 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીના ટેટુ બનાવે છે. ટેટુની શરુઆત 800 રૂપિયાથી થાય છે. 800 રૂપિયામાં 2 સ્ક્વેર ઇંચનું તેતું બને છે. પછી તેતુની સાઈઝ વધતા 500 રૂપિયા એક સ્ક્વેર ઇંચના થાય છે. ટેટુ બનાવવા માટે નેચરલ કાર્બન ઇન્કનો ઉપયોગ થાય છે. કલર વાળા ટેટુ માટે કેમિકલ વાડી ઇન્કનો ઉપયોગ થાય છે.
હાલ લગ્ન સીઝન ચાલી રહેલ છે લોકોમાં લગ્નમાં નવો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો લગ્નમાં ફંક્શન મુજબના જુદ જુદા પ્રકારના ટેટુ બનવતા હોય છે. જેમકે હલ્દીના ફંક્શન માં હલ્દીને લગતા ટેટુ, મહેંદીના ફંક્શન માટે મહેંદીની થીમના ટેટુ, કપલ ટેટુ , નામ ના ટેટુ વગેરે જેવા ટેટુ લોકો બનાવવા આવતા હોય છે તેવું ટેટુ આર્ટીસ્ટ હરદેવ નું કહેવું છે.આર્ટ – એક્સ ટેટુ સ્ટુડીઓ – બામરોલી રોડ, ગોધરા. મો.8980978020.