હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, માટીનો અમારો વારસાગત વ્યવસાય છે. પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે. 150વર્ષ પહેલા વડોદરા માં ગાયકવાડી શાસન ચાલતું હતું તે સમયથી આજ દિન સુધી તેઓનો પરિવાર નવારાત્રિમાં માટીના ગરબા બનાવતું આવ્યું છે.તેઓ જણાવ્યું કેઅમારા બાપ-દાદા અહીં રહેતા અને આજે અમેં લોકો રહીએ છે અને માટીના વાસણો અને ગરબા બનાવીએ છે. ગરબા બનાવ માટે તળાવ માંથી માટીને લાવીને ગાળવી પડતી હોય છે. ખેતર માંથી માટી લાવવામાં આવે છે તથા જે કપ રકાબી બને છે એવી ફાયર ક્લે. જે થાન ચોટીલાથી લાવવામાં આવે છે અને એમાંથી માટીના ગરબા બને છે.
આ પણ વાંચો: ટેનિસનો ઉભરતો સિતારો; 11 વર્ષની સંતુષ્ટિએ જીત્યા છે 27 મેડલો
વાતાવરણ સૂકું અને ચોખ્ખુ હોય તો એક દિવસમાં 60 થી 70 જેટલા ગરબા બનાવવામાં આવે છે. પરંતુ જો વરસાદ હોય તો 30-40 નંગ બને. આખું પરિવાર ભેગું થઈને માટીના ગરબા બનાવતું આવ્યું છે. હસમુખભાઈ હોલસેલનોવ્યવસાય કરે છે. એમના બનાવેલા માટીના ગરબા વડોદરામાં તમામ જગ્યાએ મોકલવામાં આવતા હોય છે. તદુપરાંત વડોદરા શહેર સહિત સુરત, મુંબઈ, ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ સુધી આ માટીના ગરબા પહોંચે છે. ગરબાના કદ પ્રમાણે ભાવ હોય છે, પરંતુ હાલમાં 50 રૂપિયાથી ગરબાની કિંમત શરૂ થાય છે. જેને વેપારીઓ લઈ જઈ અને મઢાવીને 200-300 રૂપિયા સુધીવેેચાયછે.
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર