Table of Contents
ચાંદીનો સિક્કો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારે તમારા પર્સમાં સોનાનું અથવા તો ચાંદીનો સિક્કો જરૂર મુકવો જોઇએ. પરંતુ પર્સમાં આ સિક્કો મુકતા પહેલા ખાસ ધ્યાન એ રાખો કે સિક્કા પર પહેલા કંકુનો ચાંલ્લો કરો અને પછી માં લક્ષ્મીને અર્પિત કરો. આમ કરવાથી હંમેશા તમારી પર માં લક્ષ્મીની કૃપા બની રહેશે અને પૈસાને લગતી તકલીફો દૂર થશે.
આ પણ વાંચો: જાણો નવરાત્રીમાં કળશની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત
ચોખા
શાસ્ત્રો અનુસાર અનાજના દાણા એક રીતે સમ્માન હોય છે. આ માટે તમે પર્સમાં ચપટી ચોખા અચુક મુકો. આ માટે તમે એક નાની પોટલીમાં ચોખા ભરો અને આ પોટલી બાંધીને પર્સમાં મુકી રાખો. આમ કરવાથી ખર્ચો ઓછો થાય છે અને ઘરમાં પૈસા ટકી રહે છે.
માં લક્ષ્મી તસવીર
તમે તમારા માં લક્ષ્મીની તસવીર જરૂરથી રાખો. માં લક્ષ્મીની આ તસવીર તમારે બેઠેલા મુદ્રામાં હોય એવી રાખવાની છે. આમ કરવાથી હંમેશા માં લક્ષ્મીની કૃપા બની રહે છે અને પૈસાને લગતી તકલીફો દૂર થાય છે.
આ પણ વાંચો: આ વર્ષે નવરાત્રીના સાત દિવસ ખૂબ ખાસ
અરીસો
શાસ્ત્રો અનુસાર પર્સમાં દરેક લોકોએ નાનો કાચ અરીસો જોઇએ. અરીસો રાખવાથી પર્સમાં હંમેશા પૈસા ટકી રહે છે અને પર્સ ક્યારે ખાલી થતું નથી. અરીસા સિવાય તમે પર્સમાં ગોમતી ચક્ર પણ રાખી શકો છો. તમારા પર્સમાં રાખેલી આ વસ્તુઓ તમને અનેક રીતે આગળ વધારવાનું કામ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Earn money, ધર્મ, ધર્મ ભક્તિ