બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રવિયાણા ગામના દેવાબેન ચૌધરી (પટેલ)નો સુખી પરિવાર હતો.પતિ અને બે પુત્રો સાથે બધા સુખેથી રહેતા હતા.પરંતુ કાળની રમત કોઈ જાણી શક્યું નથી.આ હસતા રમતા પરિવારને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક દિવસ ઘરના મોભીનું અકાળે નિધન થયું. હુજુ તો આ આઘાતમાંથી બહાર આવે તે પહેલા પુત્રોના પણ મોત થયા.
દેવાબેન ચૌધરી એકલા પડી ગયા હતા.એકલતા માણસને કોરી ખાય છે,તેમ દેવાબેનને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા. અનેકવાર દેવાબેનને પ્રાણ ત્યાગી દેવા પ્રયાસ કર્યા. પરંતુ તેમના માટે કઈ અલગ લખેલું હશે.બાદ ગુરુજીએ જીવન જીવવાની એક સલાહ આપી ત્યારબાદ મહિલા પોતાના જીવનની નવી શરૂઆત રવિયાણા ગામમાં આવેલા સ્મશાન ઘાટમાં રહી કરી. દેવાબેન આખો દિવસ સ્મશાન ઘાટમાં રહી સાફ-સફાઈ, વૃક્ષોને પાણી પીવડાવવું, પશુ પક્ષીઓને દાણા નાખવા જેવા કાર્ય કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે.
છેલ્લા 22 વર્ષથી સ્મશાન ઘાટમાં એકલા રહે
દેવાબેન ચૌધરી છેલ્લા 22 વર્ષથી સ્મશાન ઘાટમાં એકલા રહે છે,તેઓ આ સ્મશાન ઘાટમાં પડેલ બંજડ જગ્યાને લીલી હરિયાળી બનાવી દીધી છે. તેમજ આ સ્મશાન ઘાટમાં તમામ પ્રકારના વૃક્ષો વાવી તેનું જતન કરવામાં આવી રહ્યું છે.તેમજ સમગ્ર સ્મશાન ઘાટની સફાઈ પણ જાતે કરી રહ્યા છે. દેવાબેન ચૌધરીને પૂછ્યું કે, તમે એક મહિલા છો અને સ્મશાન ઘાટમાં એકલા રહો છો તમને ડર નથી લાગતો ? તેમને જણાવ્યું હતું કે, હું સ્મશાન ઘાટમાં છેલ્લાં 22 વર્ષથી એકલી રહું છું. મને કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી.
રવીયાણા ગામના સ્મશાનને દેવાબેને સ્વર્ગ બનાવી દીધું
રવિયાણા ગામની નજીક આવેલા રતનગઢ ગામે રહેતા ગોવિંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,સ્મશાન ઘાટમાં રહેતા દેવાબેન ચૌધરી એક પર્યાવરણ પ્રેમી છે. ગામમાં આવેલ સ્મશાન ઘાટમાં લોકો રાત્રે એકલા જતા પણ ડરતા હતા. દિવસે પણ જતા ન હતા.ત્યારે રવીયાણા ગામના સ્મશાન ઘાટને દેવાબેને સ્વર્ગ બનાવી દીધું છે. તેમને ઘણા બધા વૃક્ષો વાવ્યા છે.
એક દેવી જેવું કાર્ય કરી રહ્યા છે.તેમજ તેમાં વૃક્ષો પ્રત્યેના પ્રેમને જોઈ આજુબાજુના લોકો પણ તેમની પ્રેરણા લઈ વૃક્ષો વાવી રહ્યા છે અને તેમનું જતન પણ કરી રહ્યા છે. તેમજ દેવાબેન દ્વારા બનાવેલા સ્વર્ગ જેવા સ્મશાન ઘાટને લોકો પણ તેમના ગામમાં આવેલ સ્મશાન ઘાટને સ્વર્ગ બનાવાના પ્રયત્નો કરી રહ્યા છે. દેવાબેન ચૌધરીએ તેમના જીવનમાં સુખ દુઃખ તમામ વેઠવી દીધું છે.અને હાલ તેવો દિવસે સ્મશાન ઘાટમાં રહે છે. રાત્રે પોતાના ઘરે જાય છે. સ્મશાન ઘાટમાં લોકો જવા આવા ડરતા હતાં. હવે લોકો સ્મશાન ઘાટમાં આવા લાગ્યા છે.
તમારા શહેરમાંથી (બનાસકાંઠા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Banaskantha